
કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જીએસટી દર ઘટાડી 28 અને 12%નો સ્લેબ નાબુદ કરીને જનતાને મોટી રાહત આપી છે તેવા પ્રચારના ઢોલ-નગારા તો વગાડે છે પણ તેના અમલમાં હવે જે રીતે લોકોને ઘટેલા દરનો લાભ મળે તે જોવામાં મુશ્કેલી પડી રહી છે તેની ખરેખર લોકોને લાભ મળશે કે કેમ તે પ્રશ્ન છે. તા.9ના રોજ સરકારે તેના અમલ માટે જે પરિપત્ર બહાર પાડયો તેમાં પણ હવે સુધારા આવી રહ્યા છે. અગાઉ વર્તમાન પેકીંગ જે ફેકટરીથી સપ્લાય ચેનમાં હોય અને જે હજુ ઉત્પાદન લેનમાં હોય તેના પર ઘટાડેલા જીએસટી દર તા.31 ડિસેમ્બર 2025 નિશ્ચિત કરવામાં આવી હતી. હવે તેમાં વધારો કરીને 31 માર્ચ 2026 કરવામાં આવી છે એટલે કે તા.31 માર્ચ 2026 સુધી જે ઉત્પાદનોમાં જીએસટી દર ઘટયા છે તેના પેકીંગમાં જૂના દરથી ઉંચા ભાવની પ્રિન્ટ હશે તો પણ કંપની કે રીટેલર સામે કોઈ પગલા લઈ શકાશે નહી. આ ઉપરાંત ગ્રાહક બાબતોના મંત્રાલયે આ માટે ઉત્પાદકો પેકીંગ કરનારાઓ આયાતકારોને છેલ્લો સ્ટોક હોય ત્યાં સુધી કે તા.30-12ની જે ડેડલાઈન આપી હતી.
તે વધારીને હવે 31 માર્ચ 2026 નિશ્ચિત કરી છે. અગાઉની તારીખ તથા જે રીતે નવા ઘટાડેલા ભાવના નવા સ્ટીકર લાવવાની જે શરત હતી તે પડતી મુકવામાં આવી છે તેથી હવે જૂના ભાવ પેકીંગ પર તા.31-3-2026 સુધી ચાલશે. અગાઉ સરકારે જૂના-નવા ભાવ વચ્ચેની તફાવત સહિતની માહિતી આપવા ઉત્પાદકોએ અખબારી સહિતના મીડીયા મારફત જાહેરાતો કરીને લોકોને માહિતી આપવી પડશે તેવી જાહેરાત કરી હતી.
તેના બદલે નવા ઘટાડેલા ભાવ અંગે કેન્દ્ર સરકારના લીગલ મેટ્રોલોજી ડિરેકટર અને રાજયોની આ પ્રકારની ઓથોરિટીને માહિતી મોકલી આપવાની રહેશે એટલું જ નહી. તા.22 સુધીમાં નહી વેચાયેલા જૂના લેબલના ઉત્પાદનોની માહિતી આપવાનું જે ફરજીયાત હતું તે પણ હવે વૈકલ્પિક બનાવાયુ છે. ઉત્પાદકોએ હવે ઘટેલા ભાવ અંગે તેના ડીલર, ડીસ્ટ્રીબ્યુટર રીટેલરને કે ગ્રાહકને ઈલેકટ્રોનીક પ્રિન્ટ કે સોશ્યલ મીડીયા ચેનલ મારફત જાણ કરવી પડશે. ફકત અખબારી જાણની જે જોગવાઈ હતી તે રદ થઈ છે. કંપની પાસે હાલના સ્ટોક પર નવા લેબલીંગ અશકય હોવાનું જણાવ્યું હતું. એટલુ જ નહી 12% સ્લેબ નાબૂદ કરાયા છે તે જાહેરાત પણ પોકળ પુરવાર થઈ છે. જેમાં હવે બ્રીકસમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વગર 6% અને આ ટેક્ષ ક્રેડીટ સાથે 12% જીએસટી દર લાગશે તેવી જાહેરાત થઈ છે. આ જ પ્રમાણે અનેક ઉત્પાદનો જેમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ખરેખર ટેક્ષ કરતા વધી જતી હોય તેના પર 12% દર ચાલુ જ રહેશે.