PI વનરાજ માંજરિયાનું હડકવાથી મોત

Spread the love

 

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વનરાજ માંજરિયાનું દુઃખદ અવસાન થયું છે. તેમને થોડા સમય પહેલાં તેમના પાલતું શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો, જે બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અચાનક નિધનથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે.
શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વનરાજ માંજરિયાને થોડા સમય અગાઉ પાલતું શ્વાનના નખ વાગવાથી હડકવા થયો હતો. પીઆઇને હડકવા થતાં સારવાર ચાલી રહી હતી. પીઆઇનું સારવાર દરમિયાન મોત થયું છે. પીઆઇ માંજરિયાના મોતથી તેમના પરિવાર અને પોલીસબેડામાં શોક છવાયો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પીઆઇ મંજરિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *