
ગાંધીનગરના રક્ષાશક્તિ પાસે આવેલી એક હોટલમાં વિજાપુરનુ કપલ તેના મિત્રો સાથે જમવા માટે આવ્યુ હતુ. કારને મોલની બહારના ભાગે પાર્ક કરવામાં આવી હતી. જ્યારે ભોજન કરી પરત આવતા કારનો પાછળનો કાચ તુટેલો જોવા મળ્યો હતો. કારમાંથી જર્મનીની બેંકના એટીએમ કાર્ડ સહિતના સામાનની ચોરી થઇ હતી. આ બનાવની ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શિવાની હર્ષદભાઇ પટેલ (હાલ રહે, ર્ન્યોર્ડલીશર, જર્મની. મૂળ રહે, વિજાપુર, મહેસાણા) વિદેશમાં રહીને અભ્યાસ કરે છે. જ્યારે યુવતીનો મંગેતર પણ વિદેશમાં અભ્યાસ કરે છે. ત્યારે બે દિવસ પહેલા યુવતી તેના મંગેતર નિર્દોશ પટેલ, બહેનપણી વૃંદા સોમેશ્વર, હર્ષિત જૈન અને મંગેતરની બહેન રિદ્ધિ પટેલ સાથે ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલ પાસે આવેલી એક હોટલમાં જમવા માટે કાર લઇને આવ્યા હતા. જ્યારે કારને ખુલ્લી જગ્યામાં રોડથી થોડે દુર પાર્ક કરવામાં આવી હતી. જ્યારે તમામ લોકો જમીને આવ્યા બાદ કારમાં બેસવા માટે જતા હતા. તે સમયે કાર ડ્રાઇવરની પાછળની સાઇડનો કાર તુટેલો જોવા મળ્યો હતો. જેથી કારમાં તપાસ કરતા અંદર મુકવામાં આવેલા એક કાળા થેલો ગાયબ જોવા મળ્યો હતો. જેથી તેમાં મુકવામાં આવેલા સામાનમાં આધારકાર્ડ, જર્મનીની એન26 બેંકનુ ડેબીટ કાર્ડ, એડવેન્સીયા બેંકનુ ક્રેડીટ કાર્ડ, જર્મનીનુ રેસીડેન્સ પરમીટના દસ્તાવેજની ચોરી થઇ ગઇ હતી. જેથી યુવતીએ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.