અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ
જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ નાઓના સુપરવિઝન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એચ.જોષી તથા પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.વાણીયા નાઓના માર્ગદર્શન આધારે પો.ઇન્સ.વી.એચ.જોષી નાઓને મળેલ બાતમી હકિકત આધારે તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ શહેર, રખીયાલ પન્ના એસ્ટેટ રોડ, ધરણીધર એસ્ટેટની અંદર, જાહેરમાંથી આરોપીઓ (૧) પ્રતિક સ/ઓફ પ્રફુલભાઇ કુમાવત ઉમર વર્ષ ૩૪ રહે.મ.નં.૭૫, વેણુગોપાલ સોસા., ઊમા વિધ્યાલયની સામે, નીકોલ, અમદાવાદ શહેર તથા (૨)રવિકુમાર સ/ઓફ જયસુખભાઇ પટેલ ઉમર વર્ષ 32 રહે.મ.નં.એફ/103, સરોવર-5 સોસાયટી, ગંગોત્રી સર્કલ, નિકોલ પોલીસ સ્ટેશન રોડ, નિકોલ, અમદાવાદ શહેર નાઓના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલા પદાર્થ હાઇબ્રીડ ગાંજાનો કુલ્લે જથ્થો ૫૦૦ ગ્રામ જેની કિ.રૂ.૫૦,૦૦,૦૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૫૦,૧૫,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરી આરોપીઓ વિરૂધ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191011250307/2025 ધી એન.ડી.પી.એસ.એક્ટ કલમ-૮ (સી),૨૦(બી)(૨)(એ),૨૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એ.ડી.ગામીત નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.
આ કામે આરોપીઓ પ્રતિક સ/ઓફ પ્રફુલભાઇ કુમાવત તથા રવિકુમાર સ/ઓફ જયસુખભાઇ પટેલ નાઓ પોતાના કબ્જામા ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટકમા વેચાણ કરતા હતા.
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ:
(૧) પો.ઈન્સ.શ્રી વી.એચ.જોષી
(રિડિંગ પાર્ટી તથા બાતમી)
(૨) પો.સબ ઇન્સ.શ્રી આર.કે.વાણીયા
(૩) મ.સ.ઇ. મહેશકુમાર અભેસંગ (ફરીયાદી)
(૪) હે.કો. વિજયસિંહ રજુજી
એમ
(૫) પો.કો. અજીતસિંહ ગોવિંદસિંહ
(૬)પો.કો. બળદેવસિંહ ઘનશ્યામસિંહ
