સાયબર ક્રાઈમ દ્વારા સોશ્યલ મીડીયા પર ચાંપતી નજર રાખવામાં આવે તેમજ ધાર્મિક ઉશ્કેરણી દ્વારા હિંસા ફેલાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ સુઓમોટો ફરિયાદ દાખલ કરો : કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા

Spread the love


જમાલપુર ખાડિયા વિધાનસભાના કોંગ્રેસ ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી 

અમદાવાદ
જમાલપુર ખાડિયા વિધાનસભાના કોંગ્રેસ ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવાયું હતું કે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાંતિ અને સલામતીને લક્ષમાં રાખી સાયબર ક્રાઈમ દ્વારા સોશ્યલ મીડીયા પર ચાંપતી નજર રાખવામાં આવે તેમજ ધાર્મિક ઉશ્કેરણી દ્વારા હિંસા ફેલાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ સુઓમોટો ફરિયાદ દાખલ કરવા કહ્યું છે .રાજ્યની જનતા એકબીજાની ધાર્મિક ભાવનાઓનો આદર કરી પોતાના ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવી રહી છે તેવા સમયે કેટલાક અસામાજિક તોફાની તત્વોના ષડયંત્ર દ્વારા સોશ્યલ મીડીયા થકી ધાર્મિક લાગણીઓ દૂભાય તથા આપત્તિજનક, ઉશ્કેરણી થાય એવી પોસ્ટ વાઈરલ થતાં ત્રણ નિંદનીય હિંસક ઘટનાઓ બનવા પામેલ છે. ગત સપ્તાહમાં ગોધરા, વડોદરા અને બહીયલ ખાતે બનેલ અપ્રિય હિંસક ઘટનાઓને અમો સખ્ત શબ્દોમાં વખોડી અને નિંદા કરીએ છીએ.
અમો રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક વિનંતી કરીએ છીએ કે રાજયની શાંતિ સલામતી જાળવી રાખવા, અશાંતિ ફેલાવવાના બદઆશયથી ધાર્મિક લાગણી દૂભાય તેવી આપત્તિજનક પોસ્ટ કરનારા અસામાજિક તોફાની તત્વોના ષડયંત્રને નિષ્ફળ બનાવવા કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં ના લેવા તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટ બાબતે હિંસાથી અંતર રાખી પોલીસ તેમજ નિર્દોષ નાગરિકો વિરુદ્ધ તોફાની કૃત્ય દ્વારા હિંસાથી દૂર રહી સંયમ જાળવી, સંવિધાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખી, ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા આગળ આવવું જોઈએ.
રાજ્ય સરકાર સમક્ષ અમારી માંગણી છે કે રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવી રાખવા અશાંતિ ફેલાવનારા અસામાજિક તત્વોની તટસ્થતાપૂર્વક નિષ્પક્ષ તપાસ કરી અસામાજિક હિંસક કૃત્ય કરનારા, ખરા ગુનેગારો વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ગોધરા, બહિયલ અને વડોદરા ખાતે ધરપકડ કરાયેલા સ્થાનિકોના પરિવારો દ્વારા એક ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે કે ખરા ગુનેગારોની સાથે કેટલાક નિર્દોષ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
ખેડાવાલાએ કહ્યું કે ખરા ગુનેગારોની ધરપકડ થવી જ જોઈએ પરંતુ ન્યાયના હિતમાં કોઈપણ નિર્દોષ વ્યક્તિની ધરપકડ કરી ખોટી રીતે પ્રતાડિત કરવામાં ના આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *