વર્ષ 2030 સુધીમાં અમદાવાદ શહેરમાંથી રેબીઝ રોગ નાબૂદ કરવો અને સમગ્ર સમુદાયમાં જાગૃતતા ફેલાવવાનો ઉજવણીનો મુખ્ય હેતુ
અમદાવાદ
અમદાવાદ શહેરમાં વર્લ્ડ રેબીઝ ડે – 2025ની ઉજવણી “25 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર” એક સપ્તાહ દરમિયાન યોજાશે. આ ઉજવણીનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધીમાં અમદાવાદ શહેરમાંથી રેબીઝ રોગ નાબૂદ કરવો અને સમગ્ર સમુદાયમાં જાગૃતતા ફેલાવવલા છે. આવા કાર્યક્રમનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તથા CNCD વિભાગ, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તથા સેન્ટર ફોર વન હેલ્થ (COOH)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય પ્રવૃત્તિઓ:
> શહેરમાં મોટા પાયે સ્ટ્રે તથા પાળેલાં શ્વાનોનું રેબીઝ રસીકરણ
> શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુથની મદદથી જાગૃતતા કાર્યક્રમો
> રેડિયો, ટીવી, ન્યૂઝ પેપર તથા સોશિયલ મિડીયા દ્વારા માહિતીનું પ્રસારણ
> ડૉગ તથા પશુ આરોગ્ય સાથે જોડાયેલા કર્મચારીઓનું રસીકરણ
> રોગ નિયંત્રણ માટે સર્વેલન્સ અને ડેટા કલેક્શન
> રોગ નિયંત્રણ માટે નવી ટેક્નૉલોજિ અને નવીન ઉપાયોનો અમલ
> ડૉગ બાઈટ મેનેજમેન્ટ
> જાહેર અને ખાનગી હૉસ્પિટલો સાથે માહિતીનું સંકલન
સમાવિષ્ટ સંસ્થાઓ:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો,
આરોગ્ય અને શિક્ષણ વિભાગ (રાજ્ય સરકાર),
કામધેનુ યુનિવર્સિટી,
.પોલીસ કમિશનર કચેરી,
જિલ્લા કલેક્ટર કચેરી,
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી અને હેલ્થ વર્કર્સ,
એનજીઓ, સીઈબીઓ, એનિમલ વેલફેર ઑર્ગેનાઈઝેશનો,
વેટરિનરી ડૉક્ટરો અને પેટ ડૉગ ઓનર્સ,
રાજ્ય પશુ કલ્યાણ બોર્ડ અને IIPH,
સંદેશ :
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રેબીઝ જેવી જીવલેણ બીમારી સામે લોકોમાં જાગૃતિ લાવવી અને દરેક નાગરિકને “પ્રતિરોધ” માટે ભાગીદાર બનાવવાનો છે.

