બજાજ કંપનીની ચોરી થયેલ સી.એન.જી ઓટોરિક્ષા નંબર જી.જે.૨૭.ટી.એ.૪૧૯૫ કિ.રૂ.૫૦,૦૦૦ ના મુદામાલ સાથે એક ઈસમ ઝડપતી ઓઢવ પોલીસ

Spread the love

અમદાવાદ

પો.કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા નાઓના માર્ગદર્શન હેઠળ તા:૨૪/૦૯/૨૦૨૫ ના રોજ સર્વે સ્કોડના પો.સ.ઈ ડી.આઈ.પટેલ સ્ટાફના માણસો સાથે મીલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.પો.કો શક્તિસિંહ જગદીશસિંહ તથા અ.પો.કો પ્રતિપાલસિંહ અણવીરસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ઓઢવ રાજેન્દ્રપાર્ક કેનાલ ખાતે પંચો સાથે વોચ તપાસ કરતા આરોપી આકાશ મહેશભાઇ ગૌરીશંકર જાતે-શર્મા ઉવ.૨૫ ધંધો-ફેબ્રીકેશન રહે-મ.નં. ૧૮૩ જ્ય-શક્તિ કોલોની, અર્બુદાનગર પંચદેવ મંદિરની બાજુમાં ઓઢવ અમદાવાદ શહેર મુળ વતન ગામ :નગલાખરી જી.ફારૂકાબાદ થાના.મહમદ્દાબાદ ઉત્તરપ્રદેશ નાઓને પોતાના કબ્જાની એક બજાજ કંપનીની સી.એન.જી ઓટોરિક્ષા આર.ટી.ઓ નંબર જી.જે.૨૭.ટી.એ.૪૧૯૫ કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી સદરી આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે ગઈકાલે  બપોરના દોઢેક વાગ્યાના સુમારે પોતે પોતાના મિત્રના ઘરે ગયેલ અને ત્યાંથી પરત આવતી વખતે ઓઢવ કિલ્લોલનગરની દિવાલ પાસે ઉપરોક્ત ઓટોરિક્ષા પડેલ હોય જેમાં પોતાની પાસે રહેલ ચાવી લગાવી સ્ટેયરીંગ લોક ખોલી રિક્ષાની ચોરી કરી નીકળી ગયેલ હોવાનુ જણાવી ગુનાની કબુલાત કરતા હોય સદર બનાવ સબંધે ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.એ/૧૧૧૯૧૦૩૭૨૫૧૬૦૪/૨૦૨૫ ભારતીય ન્યાયસંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનાના કામે ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી સદરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો:

પો.સ.ઈ ડી.આઈ.પટેલ

એ.એસ.આઈ રણજીતસિંહ રામસિંહ બ.ન.૭૫૨૦

0 અ.પો.કો અરવીંદભાઈ જશુભાઈ બ.ન.૧૧૫૮૫

Ο અ.પો.કો શક્તિસિંહ જગદીશસિંહ બ.ન.૪૯૩૩

અ.પો.કો પ્રતિપાલસિંહ અણવીરસિંહ બ.ન.૩૯૨૧

અ.પો.કો આલાભાઈ મોતીભાઈ બ.ન.૧૨૧૭૭

અ.પો.કો હિતેષકુમાર ખોડીદાસ બ.ન.૭૩૮૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *