નેપાળમાં મતદાન કરવાની ઉંમર ૧૮થી ઘટાડી ૧૬ વર્ષ ઃ પીએમ સુશીલા કાર્કીએ કરી જાહેરાત

Spread the love

 

કાઠમાંડુ તા.૨૬: નેપાળની વચગાળાની સરકારના પીએમ સુશીલા કાર્કીએ દેશને સંબોધન કરતા ચૂંટણી માટે મતદાન નિયમોમાં ફેરફારની ઘોષણા કરી છે. Gem-Z આંદોલન બાદ મતદાનની ન્યૂનતમ ઉંમર ૧૮થી ઘટાડીને ૧૬ વર્ષ કરી દીધી છે. સાથે જ મતદાર નામાવલી સંકલનની સમય મર્યાદા એક મહિના લંબાવી દીધી છે.
નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ આજે પહેલી વાર દેશને સંબોધન કર્યું હતું. આ દરમ્યાન તેમણે નિર્ધારિત સમય પર ચૂંટણી કરાવવાની ખાતરી આપી હતી. સાથે જ કહ્યું કે, નેપાળમાં મતદાન કરવાનો અધિકાર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરી દીધો છે. Gem-Z આંદોલન બાદ સરકારે વધુમાં વધુ યુવાનોને મતદાન પ્રક્રિયામાં ભાગીદાર કરાવવા માટે આ નિર્ણય લીધો છે.
દેશના નામે સંબોધનમાં સુશીલા કાર્ડીએ ચૂંટણી માટે મતદાતા નિયમાવલી સંશોધન અધ્યાદેશ જાહેર કરવાની પણ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, Gem-Z ગ્રુપ્સની માગ બાદ મતદાતા નામાવલી સંકલનની સમય સીમાને એક મહિના સુધી લંબાવી દીધી છે.
સુશીલા કાર્કીએ કહ્યું કે વિદેશોમાં રહેતા નેપાળી નાગરિકોને વોટ આપવાનો અધિકાર માટે કાનૂન સંશોધનનું કામ પણ શરુ કરી દીધું છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયમાં વિદેશોમાં રહેતા નેપાળી નાગરિકોને વોટિંગનો અધિકાર આપવા માટે સરકાર કાયદામાં સંશોધન કરવા જઈ રહી છે.
પોતાના સંબોધનમાં સુશીલા કાર્ડીએ કહ્યું કે, Gem-Z પ્રદર્શન દરમ્યાન નેતાઓના ઘરમાં મળેલા રુપિયાની તપાસ માટે ડિપાર્ટમેન્ટ ઓફ મની લોન્ડ્રીંગ ઈન્વેસ્ટિગેશનને નિર્દેશ આપી દીધા છે. સુશીલા કાર્ડીએ સંબોધનની તરત બાદ નેપાળના ચૂંટણી પંચને મતદાન કરવાની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરતા યુવાનોને મતદાતા નામાવલીમાં રજિસ્ટ્રેશન કરવા માટે નોટિફિકેશન જાહેર કરી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *