ગુજરાતીઓના સૌથી પ્રિય તહેવાર પર વરસાદનું ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. હવે બાકીના નોરતાઓમાં વરસાદનું સંકટ આવવાનું છે. શું કહે છે અંબાલાલ પટેલની આગાહી જોઈએ.
આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થવાનો છે. આહવા, ડાંગ, વલસાડમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં 12 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
ક્યાં ક્યાં આવશે વરસાદ
આગાહીકારે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જુનાગઢ, અમરેલી, મહુવા, ઉનાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના કોઈક ભાગોમાં ભારે વરસાદ થશે. બોટાદના ભાગોમાં, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથના ભાગોમાં વરસાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કરછના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પોરબંદર, દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. હળવાથી માંડીને 4 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમીના હારિજના ભાગોમાં વરસાદ થશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
ગરબામાં અશ્લીલતાની હદ પાર થઈ! સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝરની રીલથી ભડક્યું બજરંગ દળ
આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચ-જંબુસરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં આજ સાંજ સુધી અથવા કાલે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે પવનની કોઈક ભાગમાં 50 કિલોમીટરની ઝડપ રહેશે.
આગામી ચાર-પાંચ ઓક્ટોબરમાં પણ અન્ય એક સિસ્ટમ સક્રિય થશે. પૂર્વ ભારતમાં વસા થવાની શક્યતા રહેશે. તેની અસર થતા ગુજરાતમાં હળવો વરસાદ આવવાની શક્યતા રહેશે. 18 નવેમ્બર થી 27 નવેમ્બર સુધી વાતાવરણમાં પલટો આવશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ અને માવઠા પડશે.