એશિયા કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની 5 વિકેટે લડાયક જીત

Spread the love

એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ભારત નવમી વખતે એશિયા કપ જીત્યું છે. તિલક વર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી. તેણે 53 બોલમાં 69* બનાવ્યા. રવિવારે, ભારતે 20મી ઓવરના ચોથા બોલ પર 147 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી. તિલક વર્મા 69 રન બનાવીને અણનમ રહ્યા. અગાઉ, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લઈને પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું. ભારતીય બોલરોએ પાકિસ્તાનને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી, જેમાં તેણે પોતાની સ્પેલની છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા. પાકિસ્તાનનો સ્કોર એક સમયે 1 વિકેટે 113 રન હતો. અહીંથી, તેમણે આગામી 43 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી. જસપ્રીત બુમરાહએ હારિસ રઉફને બોલ્ડ કર્યો. આ પછી, તેણે જેટ ક્રેશનો ઈસારો કરીને રઉફને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.
રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. 20 દિવસની આ ટુર્નામેન્ટ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ્સ બન્યા. કુલદીપ યાદવ એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો, અને તેણે એક જ સીઝનમાં સૌથી વધુ વિકેટો પણ લીધી. અભિષેક શર્મા T20 ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 50 છગ્ગા ફટકારનાર બેટર બન્યો. ટુર્નામેન્ટના 41 વર્ષમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ પણ બની.
એશિયા કપમાં બનેલા 15 ટૉપ રેકોર્ડ્સ બન્યા જેમા, ભારતે સતત આઠમી વખત પાકિસ્તાનને હરાવ્યું, T20 એશિયા કપ મેચમાં સૌથી વધુ રન, ભારત સતત 6 સુપર ઓવર જીતનાર પ્રથમ ટીમ બની, પાકિસ્તાન સામે ભારતનો સૌથી મોટો રન ચેઝ, ભારત સામે સૌથી લોએસ્ટ T20 સ્કોર, બોલ બાકી રહેતા ભારતની સૌથી મોટી જીત, ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં સૌથી વધુ મેચ જીતી, ભારતે 18 વર્ષ પછી ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું, પથુમ નિસાંકા, શ્રીલંકાનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર, કુલદીપ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર, કુલદીપ એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર, અભિષેક T20 એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, અભિષેક સૌથી ઝડપી 50 છગ્ગા ફટકારનાર બેટર બન્યો, અભિષેક એક જ એશિયા કપમાં સૌથી વધુ બાઉન્ડરી મારનાર ખેલાડી બન્યો અને અભિષેક T20 એશિયા કપમાં ભારતનો બીજો હાઇએસ્ટ રન સ્કોરર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *