સેવન્થ ડે સ્કૂલ શુક્રવારથી શરૂ થશે:ધો.10-12 શરૂ કરાશે

Spread the love

 

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબાતમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ ઘટનાને એક મહિના કરતા વધુ સમય વિતી ચૂક્યો છે અને શાળામાં સુરક્ષા કારણોસર છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે શુક્રવારથી સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવશે.
સેવન્થ ડે સ્કૂલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં થયેલી કાર્યવાહી મુજબ શુક્રવારથી સ્કૂલમાં ધો. 10 અને 12ના ક્લાસ શરૂ કરવામાં આવશે. આ માટે સરકારે નિમેલા વર્ગ-2 કક્ષાના બે ઓબ્ઝર્વર સ્કૂલ શરૂ થાય તે પહેલાં શાળાનું નિરિક્ષણ કરશે. પોલીસને પણ રૂબરૂ મળીને જાણ કરવામાં આવશે. બાળકોની સલામતીને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શુક્રવારથી શરૂ થશે. ત્યાર બાદ ધીમે ધીમે બાકીના ક્લાસ ઓફલાઈન શરૂ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને ધો. 10 અને 12ના ક્લાસ શરૂ કરવામાં આવશે. સ્કૂલમાં અભ્યાસ કરતા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, સરકાર દ્વારા નિમણૂક કરાયેલા બે ઓબ્ઝર્વર તે પહેલાં સ્કૂલમાં નિરીક્ષણ કરશે.
સ્કૂલ દ્વારા તપાસ કમિટીને સહકાર અપાઈ રહ્યો નથી. સ્કૂલ તરફથી પૂરતા ડોક્યુમેન્ટ DEO કચેરીને અપાયા નથી. સ્કૂલ ચાલુ રહેશે અને તપાસ પણ ચાલુ રહેશે. સ્કૂલની સિક્યુરિટી એજન્સી બદલવા સૂચના આપી દેવાઈ છે. સ્કૂલના બાળકોના માનસિક કાઉન્સેલિંગ અને શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આકસ્મિક ઘટનાઓને પહોંચી વળવા પ્રાથમિક સારવારના સાધનો પણ રાખવા સ્કૂલોને સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *