ડિજિટલ એરેસ્ટ માટે કોલ કરનારને છાતી ખોલીને કહી દેવાનું કે થાય એ કરી લેઃ હર્ષ સંઘવી
સાયબર અને ડિજિટલ એરેસ્ટમાં ભણેલો વર્ગ જ આબાદીથી સપડી જાય છે, ડિજિટલ એને જેવું કોઈ કાયદામાં જોગવાઈ નથી,
ઇક્રમટેક્સ, ઈડી, સીબીઆઈ, સીઆઇડી કે લોકલ પોલીસની વાત કરે જે ડિજિટલનો વિષય જ નથી,



ગાંધીનગર
રાજ્યમાં ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ માટે કોલ કરીને અનેકને પોપટ્ટો અને મેના બનાવનારા ડિજિટલ માફિયાઓને ગૃહ રાજ્યમંત્રીએ આડે હાથ લઈને દરેક પ્રજાને જણાવું કે ડિજિટલ એરેસ્ટ કાયદામાં કોઈ જોગવાઈ જેવું કશું છે જ નહીં, આવા તત્વો ના ફોન આવે તો છાતી બોડી કરીને વટથી કહી દેવાનું કે થાય એ કરી લે તેવું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, વધુમાં, જે ફ્રોડ જેવી ઘટનાઓ બને છે તેમાં સાયબર ગેંગે જે હાહાકાર મચાવ્યો છે. તેમાં નવયુવાનોને પણ ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગંભીર ચેતવણી સાથે જણાવ્યું છે કે મોબાઈલ સીમકાર્ડ વાપરવા અને બેંકના ખાતા ભાડે આપનારા ચેતી જાઓ એ પણ એટલા જ ગંભીર ગુનેગાર છે, તેરા તુજકો અર્પણ× કાર્યક્રમમાં હમણાં રાજ્યમંત્રીએ કરોડો રૂપિયાના નાણા જેમના ચીટીંગ સાયબર ગેંગે કર્યા હતા તેમને પરત અપાવ્યા હતા,