GJ-18 પેથાપુરના રાજશ્રી પાર્ટીપ્લોટ ખાતે ૫૦૧ રાજપૂતાણીઓ ગડુલીયા ગરબા દિવા સાથે માથે લઈ ગરબે ઘૂમશે

Spread the love

GJ-18 પેથાપુરના રાજશ્રી પાર્ટીપ્લોટ ખાતે ૫૦૧ રાજપૂતાણીઓ ગડુલીયા ગરબા દિવા સાથે માથે લઈ ગરબે ઘૂમશે


ભારત દેશ આઝાદ થયો ત્યારે રાજપૂત સમાજે ઘણું જ બધું એવું રાજા રજવાડા છોડયા છે, આપણી આ ધરતીનો મોટો જે હિસ્સો છે, તેમાં આ સમાજનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે, જંગલમાં સિંહની સંખ્યા વધી પણ રાજકારણમાં ઘટી, ત્યારે હવે નવયુવાનોમાં હવે સળવળાટ જોવા મળ્યો છે, આવનારા દિવસોમાં નવા સિંહો અને રાજપૂતાણી સિંહણો પર રાજકારણમાં પ્રવેશ કરે તો નવાઈ નહીં, હવે સમાજમાં બદલાવ પણ ઘણો જ આવ્યો છે


ગાંધીનગર
દેશમાં આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહે, તે ઉદેશથી તારીખ ૦૫/૧૦/૨૦૨૫ (રવિવાર)ના રોજ સ્થળ રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ગાંધીનગર ખાતે રાજપૂત સમાજ ના ૫૦૧ રાજપૂતાણીઓ પોતાના ટ્રેડિશનલ પોશાક કુર્તી કપડું પહેરીને ૫૦૧ ગડુલિયા ગરબા દીવા સાથે માથે લઈ ગરબે ધૂમશે અને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ લંડન નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ નોંધાવશે આ તમામ બંનેનો માતાઓ ની કંકુ ચોખા સાથે પૂજન કરવામાં આવશે અને તેમને લહાણી ની ગિફ્ટ આપવામાં આવશે, જેમાં કાર્યક્રમ ને સફળ બનાવવા ગાંધીનગર શહેર અને જિલ્લાના તમામ રાજપૂત ભાઈઓ બહેનો અને મહિલા સંગઠન, યુવા સંગઠન, તમામ સંસ્થાઓ આનંદ ઉત્સાહ સાથે ગામે ગામ રુબરુ જઈને કામે લાગી ગયા છે અને આ રાજપૂત સમાજના કાર્યક્રમ થી નવરાત્રી ના પવિત્ર દિવસો માં માતાજીના રાસ ગરબા રમવા સમાજના તમામ પરિવારજનો માં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળે છે.. આપ પણ
રાજપુતાણીઓના માતાજી ની આરાધના ના અનેરા ભક્તિ પર્વમાં જોડાઈ જાઓ. લિ. શ્રી રાજપૂત સાસ્કૃતિક ફોરમ ટ્રસ્ટ, ગાંધીનગર અને રાજપૂત મહિલા સંગઠન, યુવા સંગઠન અને જિલ્લા અને શહેર રાજપૂત સમાજ અને આગેવાનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *