

ગુજરાતના પાટનગર ગાંધીનગરની પાદરે આવેલ કોલવડા ગામે લાલઘર માતાજી નું પ્રાચીન કાળથી મંદિર આવેલ છે. માતાજી ની આકરી બાધા સમસ્ત કોલવડા ગામ દ્વારા બંગડી તેમજ ચુંદડી ની ભાદરવા માસ શરૂઆત થી માતાજી નાં અણુજા અને નવરાત્રી ની આસો સુદ આઠમ ની સગડી અને નોમ ની ભવાઈ થયા પછી દશેરાનાં દિવસે નીજ મંદિરે હવન પૂજા કરીને બાધા પૂર્ણ કરે છે. સગડી નો મહિમા સમગ્ર કોલવડા ગામ એકત્ર થઈ ને નાયક પરિવાર માતાજીનો વેશ ભૂષા કરીને પંચાયત ભવન આવેલ વારાહી માતાજી નાં સ્થાને જઈને ત્યાર પછી પાયલ બાંધીને ત્યાંથી રાજપૂત માંડવી ચોક આવી ગરબી ગાઈ ને ચોક માં ત્યાંથી પાટીદાર માંડવી ચોક માં માતાજી આશીર્વાદ તેમજ પ્રાગટ્ય વિશે વાત કરી પાટીદાર પરિવાર ગઢ નિમિતે માતાજી ના વાળ માં તેલ પૂરી પછી માતાજી સળગતી સગડી લઈને ચોક માં ગરબી રમીને સગડી બાજોટ ઉપર ફોડવામાં આવે છે.