કોંગ્રેસની વોટ ચોરી સામે સહી ઝુંબેશ 3 ઓક્ટોબરથી યોજીને 5 કરોડ સહી લેવાશે : ઈન્દ્રવિજયસિંહ ગોહિલ

Spread the love

કોંગ્રેસની વોટ ચોરી સામે સહી ઝુંબેશ 3 ઓક્ટોબરથી યોજીને 5 કરોડ સહી લેવાશે : ઈન્દ્રવિજયસિંહ ગોહિલ

કોંગ્રેસની વોટ ચોરી પ્રશ્ન સહી ઝુંબેશનું બ્યૂગલ ફૂંકવા તળામાળ તૈયારી, ૨જી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધી જયંતી એ ફૂલ ચડાવીને બીજા જ દિવસે એટલે કે ૩જી ઓક્ટોબર ના રોજ ડોર ટુ ડોર સહી ઝુંબેશ આદરવામાં આવશે,

ગાંધીનગર
દેશમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ મતદાર યાદીમાં ઘેર રેતીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના એક મત વિસ્તારનો પુરાવો રજૂ કરેલ હતો જે મતદાર યાદી અને ચૂંટલીમાં સામેની આ લડતને આગળ ધપાવવા વોટ ચોરી સામેની સહી ઝુંબેશ જે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાતમાંથી શરૂ કરવામાં આવશે, વધુમાં, ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવેલ કે લોકશાહી દરેક મતથી બનેલી છે આજે આ પાયા પર જ હુમલો થઈ રહ્યો છે મતવિસ્તારોમાં મતદારયાદીઓમાં લાખો ૧. જાહેર ચકાસણી માટે ફોટા સાથે મશીન રિડેબલ મતદાર યાદી ઉપલબ્ધ કરાવો, ૨. દરેક ચૂંટણી પહેલા ફોટોગ્રાફ સાથે રદ કરવાની અને ઉમેરવાની યાદી જાહેરમાં પ્રકાશિત કરવાનું સુનિશ્ચિત કરો, ૩. ખોટી રીતે રદ કરેલા મતદારો માટે સુલભ ફરિયાદ નિવારણ પ્રણાલી બનાવો, ૪. છેલ્લી ઘડીએ મતો કાઢી નાખવાનું કે ઉમેરવાનું ટાળવો જોઈએ અને સ્પષ્ટ નિર્ણાયક તારીખ (કટ ઓફ ડેટ) અગાઉથી જાહેર કરવી જોઈએ, ૫. વ્યવસ્થિત રીતે મતદારો છુપાવવામાં સામેલ અધિકારીઓ એજન્ટો સામે કાર્યવાહી કરવી
નોંધમાં યોગ્ય કોટોગ્રાફ સહિતની મુખ્ય વિગતો ખૂટે છે ઘણી નોંધો ડુપ્લીકેટ તરીકે મળી આવેલ છે અને લાખો નામો યાદીઓમાંથી ગુમ છે સમુદાયોને પસંદગી યુક્ત રીતે નિશાન બનાવવામાં આવે છે અને સાચા મતદારોને દબાવવા માટે ગેરરીતિયુક્ત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો
હોવાનું જણાવેલું હતું દરેક પાત્રતા ધરાવતા નાગરિકોનો મતદાર યાદીમાં યોગ્ય સ્થાન હોવું જોઈએ તેથી જ અમે ભારતના ચૂંટલી પંચ પાસેથી  જવાબદારી પારદર્શક્તા અને તાત્કાલિક સુધારાત્મક પગલાની માંગણી કરતી આ રાષ્ટ્રવ્યાપી હસ્તાક્ષર ઝુંબેશ તારીખ ૩ ઓક્ટોબરના રોજ બ્યુગલ ફૂંકાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *