૧૨ અને ૧૩ ઓક્ટોબર 2025 ના દિવસોને થીમેટીક દિવસો તરીકે ઉજવણી
અમદાવાદ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શરૂ થયેલી વિકાસની આ યાત્રા “નાગરિક પ્રથમ અભિગમ” સાથે અવિરતપણે આગળ વધી રહી છે. આ સિદ્ધિની ઉજવણી કરવા અને ‘વિકસિત ગુજરાત’ના લક્ષ્યને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકારે દર વર્ષે ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનો નિર્ણય લીધો છે. જેમાં વર્ષ ૨૦૨૫ ને “શહેરી વિકાસ વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાથી, વિકાસ સપ્તાહ ૨૦૨૫ દરમિયાન ૧૨ અને ૧૩ ઓક્ટોબર 2025 ના દિવસોને થીમેટીક દિવસો તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ ઉજવણી અંતર્ગત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘વેસ્ટ ટુ આર્ટ’ ઇન્સ્ટોલેશન દ્વારા જાહેર સ્થળોનું સૌંદર્થીકરણ થીમ હેઠળ અમદાવાદ શહેરમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવાના ભાગરૂપે, જાહેર સ્થળો પર રીસાયકલ કરેલી વસ્તુઓ (વેસ્ટ) નો કલાત્મક ઉપયોગ કરીને પાંચ (૦૫) ‘આર્ટ ઇન્સ્ટોલેશન’ કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ સ્વચ્છતા, સુંદરતા અને કલાને એકસાથે જોડીને નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારવાનો છે. આ સ્થાપત્યો શહેરના સૌંદર્યમાં વધારો કરશે અને ‘કચરામાંથી કલા’ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
છે:
AMC દ્વારા આર્ટ ઇન્સ્ટોલેશન (સ્થાપત્ય) માટે પસંદ કરાયેલા પાંચ મુખ્ય સ્થાનો નીચે મુજબ
1. લો ગાર્ડન, નવરંગપુરા
2. ગોટીલા ગાર્ડન, બોડકદેવ
3. મણીનગર ફાયર સ્ટેશન
4. એમ. જે. લાયબ્રેરી પાસે, એલિસબ્રીજ
5. વિક્ટોરિયા ગાર્ડન પાસે, એલિસબ્રીજ
શહેરનાં તમામ નાગરિકોને આ ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાવા, ખાસ કરીને ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ આયોજિત કાર્યક્રમોમાં સહભાગી થવા અને અમદાવાદ શહેરને કલાત્મક રીતે વધુ સુંદર બનાવવાની આ પહેલને આવકારવા અપીલ કરવામાં આવે છે.
