મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૫”:ભદ્રકાળી માતાનું મંદિર, ભદ્ર પ્લાઝા ખાતે ગરબા સ્પર્ધા,પ્રોત્સાહક ઇનામ સ્વરુપે રૂ. ૫૧,૦૦૦/- અને ટ્રોફી

Spread the love
Screenshot

આચાર્ય શ્રી તેજસભાઈ મહેતા દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા કરવામાં આવ્યુ

પ્રથમ ક્રમાંક મેળવનાર સંસ્થા/સોસાયટીને રૂ. ૩૧,૦૦૦/-, દ્વિતીય આવનારને રૂ. ૨૧,૦૦૦/- અને તૃતીય આવનારને રૂ. ૧૧,૦૦૦/- પ્રોત્સાહક ઈનામ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરમ પાવનકારી નવરાત્રીના તહેવાર પ્રસંગે સાતેય ઝોનમાં ટ્રેડિશનલ ગરબા તથા ટ્રેડિશનલ ડ્રેસ, ગરબા સ્થળે સ્વચ્છતા, સ્વચ્છતા અંગે જરૂરી એનાઉન્સમેન્ટ, ફુડ સ્ટોલની વ્યવસ્થા હોય તો જરૂરી સ્વચ્છતા, આરોગ્યપ્રદ ખોરાક, પીવાનું ચોખ્ખું પાણી, સુકા-ભીના કચરા માટે અલગ ડસ્ટબીનની વ્યવસ્થા, સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન દર્શાવતા બેનર્સ, અડચણ રુપ ના રહે તે રીતે પાર્કિંગની વ્યવસ્થા, મંડપમાં ઈલેક્ટ્રીક વાયરીંગ, ફાયર સેફ્ટી અને સલામતીની વ્યવસ્થા અને સરકારશ્રી દ્વારા જાહેર કરેલ નિયત સમય સુધીમાં સમાપ્ત થાય તે રીતે ગરબાનું આયોજન થાય જેવા માપદંડ ધ્યાનમાં રાખીને “મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા- ૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત સમય મર્યાદામાં સાતેય ઝોનમાંથી આવેલ ફોર્મમાંથી નિર્ણાયક કમિટી દ્વારા સોસાયટી/સંસ્થાની રુબરુ વિઝીટ કરવામાં આવેલ. અને ઉપર મુજબમાં માપદંડ ધ્યાને રાખીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત આજ તા.૦૩.૧૦.૨૦૨૫ના રોજ સાત ઝોનમાંથી પ્રથમ આવેલ સંસ્થા/સોસાયટી વચ્ચે ચાચર ચોક, ભદ્રકાળી માતાનું મંદિર, ભદ્ર પ્લાઝા ખાતે ગરબા સ્પર્ધા રાખવામાં આવી

મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૫માં ઝોન દીઠ પ્રથમ ક્રમાંક મેળવનાર સંસ્થા/સોસાયટીને રૂ. ૩૧,૦૦૦/-, દ્વિતીય આવનારને રૂ. ૨૧,૦૦૦/- અને તૃતીય આવનારને રૂ. ૧૧,૦૦૦/- પ્રોત્સાહક ઈનામ તેમજ ૭ ઝોનમાંથી પ્રથમ આવેલ સંસ્થા/સોસાયટી વચ્ચે થયેલ ગરબા સ્પર્ધામાં પૂર્વ ઝોનની રોયલ બંગ્લોઝ કો.ઓ. સોસાયટી, નંદ બંગ્લોઝની સામે, નિકોલ નરોડા રોડની ટીમ વિજેતા થયેલ. જેમને માન.મેયરશ્રીના વરદ્હસ્તે વધારાના પ્રોત્સાહક ઇનામ સ્વરુપે રૂ. ૫૧,૦૦૦/- અને ટ્રોફી આપવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર વિજય પદ્મ ગરબા સ્પધૉ 2025 ના ભદ્રકાળી મંદિર ચાચર ચોકમાં આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ ના મેયર શ્રી પ્રતિભા બેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાગભાઈ દાણી તેમજ અન્ય સામાજિક કાર્યકર અને સભ્યો સાથે મળીને આચાર્ય શ્રી તેજસભાઈ મહેતા દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા કરવામાં આવ્યુ*.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *