
બે દિવસ અગાઉ 5 ઓક્ટોબરના રોજ પાટણના રાધનપુર નજીક એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પિકઅપ મળી કુલ પાંચ વાહન વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે આ અકસ્માત ખૂબ ગંભીર હતો. રસ્તા પર ખાડાઓ પૂરવા અંગે મેં નેશનલ ઓથોરિટીને અગાવ પણ રજૂઆત કરી હતી. હાઈવે પર ડાયવર્ઝન મૂકેલું હતું, જેથી એક બાજુ વાહનો ચાલતાં હતાં, જેમાં આજે કેટલાંક વાહનો અથડાયાં હતાં, જેથી અકસ્માત થયો હતો.