મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને ગુજરાત મિલર્સે ભારતમાં કુપોષણ સામેની લડતને મજબૂત બનાવવા અમદાવાદમાં ફોર્ટિફાઇડ ઘઉંના લોટના નવા બ્રાન્ડ લોન્ચ કર્યા

Spread the love

IMG_4742 27674d90-3868-4b2a-817a-7ee6fd88690a

નવા લોન્ચ થયેલા ફોર્ટિફાઇડ લોટના બ્રાન્ડ બધા પ્રોડક્ટ્સ આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી સમૃદ્ધ બનાવવામાં આવ્યા

મિલર્સ ફૉર ન્યુટ્રિશન કોઓલિશનના સહકારથી સાત સ્થાનિક મિલરોએ અમદાવાદમાં ફોર્ટિફાઇડ ઘઉંનો લોટ રજૂ કર્યો :
ભારતમાં એનિવિયા અને હિડન હંગર સામેના રાષ્ટ્રીય અભિયાનને નવી ગતિ મળી

કુપોષણ અને સૂક્ષ્મ પોષક તત્ત્વોની અછત હજુ પણ લાખો ભારતીય સ્ત્રીઓ અને બાળકોને અસર કરે છે : ડૉ. પારુલ કોટદવાલા

અમદાવાદ

ટેકનોસર્વ દ્વારા સંચાલિત મિલર્સ ફૉર ન્યુટ્રિશન, ગુજરાત રોલર ફ્લોર મિલર્સ એસોસિએશન (GRFMA) અને ફૉર્ટિફાય હેલ્થ સાથે ભાગીદારીમાં, આજે અમદાવાદમાં સાત ફોર્ટિફાઇડ ઘઉંના લોટના બ્રાન્ડ લોન્ચ કર્યા, જે ભારતમાં કુપોષણ અને એનિવિયા સામેની લડતમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
ટેકનોસર્વના સિનિયર પ્રેક્ટિસ લીડર અને મિલર્સ ફૉર ન્યુટ્રિશન એશિયા પ્રોગ્રામ લીડ મનોજીત ઇન્દ્રાએ જણાવ્યું કે ભારતમાં કુપોષણ અને એનિવિયા સામેની લડત માટે સાહસિક ઉદ્યોગ નેતૃત્વ જરૂરી છે અને મિલર્સ ફૉર ન્યુટ્રિશન આ પરિવર્તનનું નેતૃત્વ કરતાં ગર્વ અનુભવે છે. આજે ગુજરાતમાં થયેલ આ લોન્ચ બતાવે છે કે મિલરો કેવી રીતે રોજબરોજના આહાર – જેમ કે ઘઉંનો લોટ – આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી સમૃદ્ધ બનાવી શકે છે, જેથી જરૂરી પોષક તત્ત્વો વધુ પરિવારો સુધી પહોંચે. આ સ્વસ્થ અને મજબૂત ભારત તરફનું મોટું પગલું છે.

ડૉ. પારુલ કોટદવાલાએ સ્ત્રીરોગ અને વંધ્યત્વ નિષ્ણાતે કહ્યું,”કુપોષણ અને સૂક્ષ્મ પોષક તત્ત્વોની અછત હજુ પણ લાખો ભારતીય સ્ત્રીઓ અને બાળકોને અસર કરે છે. ફોર્ટિફાઇડ ખોરાક એક સરળ પણ શક્તિશાળી ઉપાય છે ,જ્યારે જરૂરી પોષક તત્ત્વો ચોખા અને ઘઉં જેવી મુખ્ય વસ્તુઓમાં ઉમેરવામાં આવે છે, ત્યારે આહારની આદતોમાં ફેરફાર કર્યા વિના મોટી વસ્તીને લાભ મળી શકે છે. ફોટિફિકેશન ભારતની પોષણ ખાઈ પૂરી કરવા માટેનું મહત્વપૂર્ણ હથિયાર છે.”

નવા લોન્ચ થયેલા ફોર્ટિફાઇડ લોટના બ્રાન્ડ છે – રાધે માખન (ભાવ્યા ફૂડ પ્રોડક્ટ્સ), માધવન ભોગ (ઋદ્ધિ સિદ્ધિ ગ્રેઇન પ્રોસેસિંગ), રાજભોગ (રાધાજી પ્રોટીન), રાજશ્રી (ગિરિરાજ ફૂડ ઇન્ડસ્ટ્રી), રોહિણી ગોલ્ડ (રોહિણી પલ્સિસ એન્ડ ફૂડ્સ), ઝમઝમ, મુસકાન, શુદ્ધ (ફૉર્ચ્યુન પ્રોટીન) તથા લાલવાણી હેરીઝ ચક્કી આટા (બ્રાઇટ સ્ટાર ફૂડ્સ). બધા પ્રોડક્ટ્સ આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી સમૃદ્ધ બનાવવામાં આવ્યા છે. મિલર્સ ફૉર ન્યુટ્રિશનએ મિલરોને ટેકનિકલ સહાય, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સપોર્ટ આપ્યું છે.
ભારતમાં હજી પણ એનિવિયા અને સૂક્ષ્મ પોષક તત્ત્વોની અછતનો મોટો પ્રશ્ન છે. રાષ્ટ્રીય સર્વે મુજબ, લગભગ અડધા ભારતીય સ્ત્રીઓ એનિવિયાથી પીડાય છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે ઘઉંનો લોટ ફોર્ટિફાઇડ કરીને, મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને તેના ભાગીદારો પોષણ સીધું જ પરિવારોની થાળીમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અભિષેક શુક્લા, કન્ટ્રી પ્રોગ્રામ મેનેજર, મિલર્સ ફૉર ન્યુટ્રિશન ઇન્ડિયા, એ ઉમેર્યું, “આ લોન્ય માત્ર નવા બ્રાન્ડ્સ વિશે નથી, પરંતુ ફોર્ટિફાઇડ ખોરાકમાં વિશ્વાસ ઉભું કરવાની વાત છે. મિલર્સ ફૉર ન્યુટ્રિશન ટેકનિકલ સપોર્ટ, ગુણવત્તા ખાતરી અને બજારની સમજ સાથે મિલરોની સાથે ચાલે છે જેથી ફોર્ટિફિકેશન એક વ્યવસાયિક લાભ સાથે જાહેર આરોગ્યનું ઉકેલ બને.”
આ લોન્ચ ઇવેન્ટ અમદાવાદના વેલકમહોટેલ બાય આઈટીસીમાં યોજાઈ હતી, જેમાં સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ નેતાઓ અને નાગરિક સમાજના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઘઉંના લોટ ફોર્ટિફિકેશન માટેની નિયમનકારી નીતિઓ, સ્કૂલ ભોજન અને જાહેર વિતરણ વ્યવસ્થાની ભૂમિકા તથા ઈ-કોમર્સ અને રિટેલ ચેનલો મારફતે ફોર્ટિફાઇડ પ્રોડક્ટ્સના વિસ્તરણની તક પર ચર્ચા થઈ.
ગુજરાતના મિલરો હવે આ અભિયાનમાં જોડાતા, રાજ્ય ભારતની પોષણ યાત્રામાં ઉદ્યોગ નેતૃત્વનું ઉદાહરણ બનશે. મિલર્સ ફૉર ન્યુટ્રિશનહેઠળના સંયુક્ત પ્રયાસો સાબિત કરે છે કે ફોટિફિકેશન માત્ર ટેકનિકલ પહેલ નથી, પરંતુ છૂપી ભૂખ સામેનું મુખ્ય સમાધાન છે.આ પહેલ , BioAnalyt, Bühler, dsm-firmenich, Mühlenchemie, Stern Vitamin જેવા સ્ટ્રેટેજિક પાર્ટનર્સ અને Hexagon Nutrition, Piramal, Sanku જેવા પ્રાદેશિક ભાગીદારોના સહયોગથી ચાલી રહી છે. આ કાર્યક્રમ ટેકનોસર્વદ્વારા ગેટ્સ ફાઉન્ડેશનના સમર્થન સાથે સંચાલિત છે.

હમણાં જ શા માટે ફોર્ટિફાઇડ : માંગ – આરોગ્યની જરૂરિયાત – બજાર વૃદ્ધિ

વધતી માંગ:૨૦૨૪ માં ભારતના ફોર્ટિફાઇડ ફૂડ માર્કેટનું મૂલ્ય US$૧૩.૯ બિલિયન છે, જે ૨૦૩૩ સુધીમાં US$૨૩.૮ બિલિયન (CAGR-૬.૧%) સુધી પહોંચવાનો અંદાજ છે.

(૨) છુપાયેલ આરોગ્ય જરૂરિયાત :
૫૭% સ્ત્રીઓ અને ૨૫% પુરુષો (૧૫-૪૯ વર્ષ) એનિમિયાથી પીડાય છે (NFHS-૫). ઉપરાંત, ૩૦-૬૦% ભારતીયોમાં વિવિધ વય જૂથોમાં વિટામિન B૧૨ ની ઉણપ જોવા મળે છે.

3. બજાર વૃદ્ધિ અને સ્વીકૃતિ:
ગ્રાહકોમાં ઉચ્ચ સ્વીકૃતિ અને મજબૂત સરકારી સમર્થન (FSSAI, ઈટ રાઈટ ઈન્ડિયા) સાથે, ફોર્ટિફાઇડ ઉત્પાદનો ઓર્ગેનિક ખોરાક કરતાં વધુ ઝડપથી વિકસી રહ્યા છે.

ભારતમાં એનિમિયા કેમ વધુ છે?

.વસ્તીનો મોટો ભાગ શાકાહારી છે
.અમે ખોરાકની વાનગીઓ બદલી; લોખંડના વાસણો

.વ્યાપકપણે પ્રચલિત ક્રોનિક ચેપ અને ઉપદ્રવ:
.અમેબા, કૃમિ, મેલેરિયા, સંગ્રહિત પાણી (કુવા અને તળાવ)
.સામાજિક રિવાજો: ખુલ્લા પગે ચાલવું, ખુલ્લામાં શૌચ કરવું
.નબળું પોષણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *