એએમસી દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 5 ડિસેમ્બર, 2025થી 16 જાન્યુઆરી, 2026ની જોરશોરથી તૈયારી

Spread the love

ફેસ્ટિવલમાં મુખ્ય છ શોપિંગ ડિસ્ટ્રિક્ટ જેમાં સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, પ્રહલાદ નગર રોડ, અમદાવાદ વન, પેલેડિયમ, ઈસ્કોન મેગા મોલ, સીજી સ્કવેર, પેવેલિયન મોલ જેવા મુખ્ય મોલ્સ સહિત 14 વાઈબ્રન્ટ હોટસ્પોટનો સમાવેશ : શોપિંગ ડિસ્ટ્રિક્ટર્સ, કલ્ચરલ ડોટસ્પોટ, આઈકોનિક ઇમારતો અને પુલોને લાઇટિંગથી શણગારશે

અમદાવાદમાં કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા ફિલ્મફેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કર્ટન રેઝર કાર્યક્રમ યોજાશે

અમદાવાદ

અમદાવાદ, જેણે વૈવિધ્યપૂર્ણ વારસા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના યજમાન તરીકેની પ્રસિદ્ધિ મેળવી છે, તે શહેર 5 ડિસેમ્બર, 2025થી 16 જાન્યુઆરી, 2026 સુધી યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26ની જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી પ્રોડક્ટ્સને ગ્લોબલ અપિલ સાથે પ્રમોટ કરતાં દેશભરના વ્યવસાયો, કલાકારો, કારીગરો અને નાના વેપારી માટે એક લાઈવ પ્લેટફોર્મ પૂરૂ પાડશે. ગુજરાતના પ્રવાસનને વેગ આપતાં શહેરના સાંસ્કૃતિક વારસને પણ પ્રદર્શિત કરશે.
અમદાવાદમાં યોજાનાર ફિલ્મફેરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કર્ટન રેઝર કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન, લાઈટિંગ અને પ્રમોશનલ શૉ-કેસની અત્યંત ઝાંખી જોવા મળશે. સ્વદેશી પેદાશોને પ્રોત્સાહન આપતાં આ ફેસ્ટિવલમાં મુખ્ય છ શોપિંગ ડિસ્ટ્રિક્ટ હશે. જેમાં સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, પ્રહલાદ નગર રોડ, અમદાવાદ વન, પેલેડિયમ, ઈસ્કોન મેગા મોલ, સીજી સ્કવેર, પેવેલિયન મોલ જેવા મુખ્ય મોલ્સ સહિત 14 વાઈબ્રન્ટ હોટસ્પોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. શોપિંગ ફેસ્ટિવલના ફૂડ, શોપિંગ, આર્ટ એન્ડ કલ્ચર, કોન્સર્ટ, સ્પોર્ટર્સ અને એન્ટટેન્મેન્ટ જેવા અનેક ઝોન દરેક વયજૂથના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે.
વર્ષ 2025-26ના સંસ્કરણમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિયાન ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપતાં નાના વ્યવસાયો અને પરંપરાગત કારીગરોની કલા કારીગરીને પ્રાધાન્ય આપવામાં આવશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) શોપિંગ ડિસ્ટ્રિક્ટ, ક્લચરલ ડોટસ્પોટ, આઈકોનિક બિલ્ડિંગ, બ્રિજ તથા જાહેર સ્થળોએ સેલ્ફી પોઈન્ટ અને થીમ આધારિત સજાવટ કરશે. શોપિંગ ડિસ્ટ્રિક્ટર્સ, કલ્ચરલ ડોટસ્પોટ, આઈકોનિક ઇમારતો અને પુલોને લાઇટિંગથી શણગારશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વધુને વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે સ્પેશિયલ AMTS ડબલ-ડેકર ઈલેક્ટ્રિક બસને નાગરિકો પરિવહન સેવામાં મૂકવામાં આવશે.
એ.એસ.એફ 2025-26માં સહેલાણીઓ મ્યુઝિક કોન્સર્ટ, સ્ટેન્ડ-અપ કોમેડી, થિયેટર પ્લે, મેઝિક એક્ટ, પોયટ્રી રીડિંગ તથા ગુજરાતી ફિલ્મોની સ્ક્રીનિંગ સહિત વિવિધ રોમાંચક કાર્યક્રમોની મજા માણી શકશે. રમતગમતમાં રસ ધરાવનારાઓ મેરેથોન, સાયકલિંગ ઇવેન્ટ્સ, હેપ્પી સ્ટ્રીટ અને ડ્રોન શોનો આનંદ માણી શકશે. ખરીદદારો માટે આકર્ષક ઇનામો સાથે વિશિષ્ટ ડિસ્કાઉન્ટ, લકી ડ્રો અને ડિજિટલ કૂપન જેવી ઓફર્સ પણ રાખવામાં આવશે. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન નાગરિકો, પ્રવાસીઓ અને શોપિંગ ઉત્સાડીઓને સ્વદેશી ભાવના સાથે સાંસ્કૃતિક અને વાણિજીક પ્રવૃત્તિને વેગ આપતાં આ ફેસ્ટિવલની મુલાકાત લેવા માટે આમંત્રણ આપશે.

શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ અને ડોટસ્પોટ્સ

AMC અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શહેરના સૌથી લોકપ્રિય સ્થળોને શોપિંગ ડિસ્ટ્રિક્ટર્સ અને ડોટસ્પોટર્સ તરીકે ધમધમતાં બનાવશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર અને પ્રહલાદ નગરનો સમાવેશ થાય છે. સુશોભિત શેરીઓ, પ્રદર્શનો, લાઈટ શો અને ઈન્ટરેક્ટિવ એક્સપિરીયન્સથી આ હોટસ્પોટ્સને લાઈવ ક્લચરલ કોરિડોરમાં રૂપાંતરિત કરવામાં આવશે.
શોપિંગ ડિસ્ટ્રિક્ટની ઓપન સ્પેસમાં ડ્રોન શૉ, ફાયરક્રેકર્સ શૉ, ફૂડ અને ક્લચરલ ફેસ્ટિવલ જેવા મુખ્ય કાર્યક્રમો યોજાશે. શહેરનો વસ્ત્રાપુર વિસ્તાર એક સમર્પિત સ્વદેશી અને કુટીર ઉદ્યોગ ક્ષેત્ર તરીકે ઉભરી આવશે, જેમાં ગુજરાતભરના હસ્તકલાની ચીજવસ્તુઓ, પરંપરાગત વસ્ત્રો અને વારસાગત કલા-કારીગરીનું એક્ઝિબિશન યોજાશે. આ ઝોન સ્થાનિક કારીગરોને સશક્ત બનાવશે અને ગ્રામીણ ઉદ્યોગ-સાહસિકોને શહેરી અને વૈશ્વિક મુલાકાતીઓ સાથે જોડશે.ફેસ્ટિવલ દરમિયાન GMDC ગ્રાઉન્ડને ગ્રાન્ડ વેડિંગ શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરીકેનું મુખ્ય લોકેશન બનાવવામાં આવશે, જેમાં સહેલાણીઓને બ્રાન્ડેડ-મોર્ડન બ્રાઈડલ ડિઝાઇનર્સ, જ્વેલર્સ, વેડિંગ ડેકોર એક્સપર્ટ, કેટરર્સ, લાઈવ ફેશન શો, ગોર્મેટ શૉ-કેસ અને રોયલ-થીમ આધારિત લગ્ન સંબંધિત પ્રોડક્ટર્સ- સર્વિસનો ક્યુરેટેડ એક્સિપિરન્સ મળશે

નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણો

ASF 2025-26 માં વિવિધ આકર્ષણો દર્શાવવામાં આવશે:

સ્વદેશી શૉ-કેસ: વૈશ્વિક આકર્ષણ સાથે સ્વદેશી અને સાંસ્કૃતિક પેદાશોનો અનોખો અનુભવ મળશે.

ફેસ્ટિવલ થીમ: ખાઓ, રમો, ખરીદો સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને સ્વદેશી પેદાશોને પ્રાધાન્ય અપાશે.

હિડન જેમ્સ પ્લેટફોર્મ: વૈશ્વિક આકર્ષણો સાથે પ્રીમિયમ સ્વદેશી ઉત્પાદનોનો જોરશોરથી પ્રચાર કરાશે

સ્વદેશી મોલ: વસ્ત્રાપુરમાં સમર્પિત સ્વદેશી મોલની મુલાકાત લઈ શકાશે.

ડેરિટેજ શોપિંગ: હેરિટેજ અને અમદાવાદી પોળના વારસા સાથે શહેરી ચીજવસ્તુઓ ખરીદી શકાશે.

મેગા ડિસ્કાઉન્ટ: મોલ્સ, લક્ઝરી સ્ટોર્સ અને શેરી વિક્રેતાઓ 15%-35% ડિસ્કાઉન્ટની ઓફર્સ આપશે.

સિટી ઓફ ફેસ્ટિવલ્સ: દિવાળી લાઈટ્સ, ફ્લાવર શૉ, કાંકરિયા કાર્નિવલ અને કાઈટ ફેસ્ટિવલનો અદ્ભૂત અનુભવ માણી શકાશે…

અદભુત મનોરંજન: ડ્રોન શૉ, લેઝર ડિસ્પ્લે અને વિવિધ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરાશે.

જોય ઓફ કૂકિંગ: સ્ટ્રીટ ફૂડ ટ્રેલ્સ, રિવરફ્રન્ટ કાર્નિવલ અને મિશેલિન-સ્ટાર પોપ જેવા અનોખી પ્રવૃત્તિ રંગ જમાવશે.

ક્યુરેટેડ ટુર્સ: ડેરિટેજ અને સ્વદેશી થીમ લોકલ શોપિંગ અને પ્રવાસનને વેગ આપશે

લક્ઝરી ટ્રેલ્સ: HNIs, NRIs અને NRGsને પ્રીમિયમ શોપિંગ એક્સપિરિયન્સ મળશે

યુથ ઝોન: Gen-Zને માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે

સેલિબ્રિટી શોપિંગ: મનપસંદ સેલિબ્રિટીઓ સાથે ખરીદીની મજા માણી શકાશે.

નેશનલ રોડ શૉ: વારાણસી, દિલ્હી, જયપુર અને મુંબઈમાં ASFનું ભવ્ય પ્રમોશન કરાશે

ગ્લોબલ ફૂડ કાર્નિવલ: ગુજરાતી સ્વાદ સાથે વૈશ્વિક વાનગીઓની જ્યાફત માણઇ સકાશે

જ્વેલરી પેવેલિયન: સ્વદેશી જવેલરી સાથે ગ્લોબલ આઈકોનિલ એક્ઝિબિશનનું આયોજન કરાશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુખ્ય વિશેષતાઓ

કયારે યોજાશે?: 41 દિવસ (5 ડિસેમ્બર, 2025 – 16 જાન્યુઆરી, 2026)

ક્યાં યોજાશે?: શહેરવ્યાપી, 6 શોપિંગ જિલ્લાઓ અને 14 મુખ્ય આકર્ષણો પર કેન્દ્રિત

કોના માટે?: સ્થાનિક, રાષ્ટ્રીય, NRI અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ

બ્રાન્ડિંગ: મોલ્સ, કાર્યક્રમો અને સરકારી કાર્યક્રમો સાથે સંકલિત ભાગીદારી

મુખ્ય હેતુ: અમદાવાદના સાંસ્કૃતિક વારસા સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવો તથા અમદાવાદને બેસ્ટ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવું.

ASF 2025-26માં ગુજરાતની શ્રેષ્ઠ હસ્તકલા, આધુનિક સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક વિશેષતાઓનું પ્રદર્શન કરતો એક અનોખો શોપિંગ અનુભવ પ્રદાન કરશે. તે શહેરના પ્રવાસનને તથા વાણિજ્ય પ્રવૃતિઓને વેગ આપીને શહેરના વ્યવસાયિક સમુદાયને આર્થિક રીતે સશક્ત બનાવશે. શોપિંગ ફેસ્ટિવલને સંબંધિત વિવિધ પ્રોડક્ટર્સ અને સર્વિસિર્સનું બ્રાન્ડિંગ અને પ્રમોટ
કરવા માટે એક સમર્પિત વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવશે. રેડિયો, ટીવી, અખબારો અને ડિજિટલ મીડિયા સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મનો વ્યાપક પ્રચાર માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *