
હિમાચલ પ્રદેશના ચંબામાં એક કાર્યક્રમ દરમિયાન રામલીલાના કલાકારનું હાર્ટ-એટેકથી મૃત્યુ થયું. અભિનેતા સ્ટેજ સિંહાસન પર ઢળી પડ્યા. આ ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ હતી. ભગવાન રામના પિતા દશરથની ભૂમિકા ભજવનાર અમરેશ મહાજન (76) ઉર્ફે શિબુભાઈને હાર્ટ-એટેક આવ્યો હતો. તેઓ લગભગ 40 વર્ષથી આ ભૂમિકા ભજવી રહ્યા હતા અમરેશ સ્ટેજની વચ્ચે બેઠા હતા. સંવાદ કરતી વખતે તેઓ સ્ટેજ પર બીજા અભિનેતાના ખભા પર ઢળી પડ્યા. આનાથી કલાકારો અને પ્રેક્ષકોમાં હોબાળો મચી ગયો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આયોજકોએ તરત જ સ્ટેજનો પડદો પાડી દીધો અને બધા સ્ટેજ પર દોડી ગયા. લોકો અમરેશને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમણે કહ્યું હતું કે તેમને હાર્ટ-એટેક આવ્યો હોવાની શક્યતા છે. આ ઘટના બાદ ચોગાન મેદાન શોકમાં ડૂબી ગયું હતું. અમરેશ મહાજન 40 વર્ષથી રામલીલા મેદાનમાં રામલીલામાં કરી રહ્યા હતા. શિબુભાઈ તરીકે જાણીતા તેઓ ચંબાના મુઘલા મોહલ્લાના રહેવાસી હતા. તેઓ શ્રી રામલીલા ક્લબ સાથે સંકળાયેલા હતા.