અમદાવાદ
શહેરમાં દિવાળી ને હવે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે નવા ટ્રેન્ડ પ્રમાણે લોકો પ્રી દિવાળી
ગેટ ટુ ગેધરનું આયોજન કરતા હોય છે અને ઘણી જગ્યાએ શહેરમાં આવા આયોજનો થઈ રહ્યા છે ત્યારે કર્ણાવતી ક્લબ મોર્નિંગ ગ્રુપના સભ્યો એ ત્રિઓક પરીખના ફાર્મ ખાતે પ્રી દિવાળીને લઈ ગેટ ટુ ગેધરનું આયોજન કર્યું હતું .લોકોએ ત્યાં દિવાળી ને લઈ ચર્ચાઓ પણ કરી હતી અને દિવાળી ના આનંદ ઉત્સવને ઉજવ્યો હતો અને બધા મિત્રોએ સાથે ડીનરનો આનદ માન્યો હતો .


