
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ-કોન્ફરન્સને સંબોધતાં ટ્રમ્પે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે. ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે એનાથી હું ખુશ નહોતો, પણ આજે તેમણે (PM મોદી) મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. આ એક મોટું પગલું છે. હવે અમારે ચીન પાસેથી પણ એવું જ કરાવવું પડશે. હકીકતમાં અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ઓગસ્ટ 2025માં ભારત પર 25% વધારાનો ટેરિફ લાદી ચૂક્યો છે. અગાઉ તેણે 25% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, જેનાથી ભારત પર કુલ ટેરિફ 50% થયો હતો. જોકે ભારતે હજુ સુધી રશિયન તેલ ખરીદી અટકાવવા અથવા ઘટાડવાના કોઈ ઇરાદાની પુષ્ટિ કરી નથી.
દરમિયાન ટ્રમ્પના દાવા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ X પર લખ્યું-
અગાઉ કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદી પર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને રશિયાને ભારતનો નજીકનો સાથી ગણાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે પરસ્પર મિત્રતા સુધારવા માટે દેશના સંબંધોને નુકસાન ન પહોંચાડો. નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કર્યું છે. ટ્રમ્પના મતે તેમના ગુસ્સા અને ધમકીઓ સામે ઝૂકીને મોદીએ ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. પાર્ટીએ વધુમાં કહ્યું હતું કે એક વાત સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદી એક નબળા વડાપ્રધાન છે, તેમનાં કાર્યોએ દેશની વિદેશનીતિને અસ્થિર બનાવી દીધી છે.
ટ્રમ્પના દાવા પર પ્રતિક્રિયા આપતા, ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત તેલ અને ગેસનો મુખ્ય ખરીદદાર છે. જાહેર હિતોનું રક્ષણ કરવું અમારી પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ આ હેતુને પૂર્ણ કરે છે. ઊર્જા નીતિના બે ઉદ્દેશ્યો છે: પ્રથમ, સ્થિર ભાવ જાળવવા અને બીજું, સુરક્ષિત પુરવઠો જાળવવા. રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું, આ કરવા માટે અમે અમારા ઊર્જા સ્ત્રોતોને વિસ્તૃત કરીએ છીએ અને બજારની સ્થિતિ અનુસાર તેમને વૈવિધ્યીકરણ કરીએ છીએ. યુનાઇટેડ સ્ટેટ્સની વાત કરીએ તો, અમે ઘણા વર્ષોથી અમારી ઊર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. છેલ્લા દાયકામાં આમાં સતત પ્રગતિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે યુએસ વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગ વધારવામાં રસ દર્શાવ્યો છે અને ચર્ચાઓ ચાલુ છે.
ટ્રમ્પે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં એમ પણ કહ્યું હતું કે ભારતમાં અમેરિકાના ભાવિ રાજદૂત સર્જિયો ગોર અને પીએમ મોદી તાજેતરમાં મળ્યા હતા. એ મુલાકાત પછી સર્જિયોએ મને કહ્યું કે તેઓ (મોદી) ટ્રમ્પને પ્રેમ કરે છે, જોકે હું અહીં ‘પ્રેમ’ શબ્દનું ખોટું અર્થઘટન ટાળવા માગું છું. હું કોઈની રાજકીય કારકિર્દી બગાડવા માગતો નથી. મેં વર્ષોથી ભારત પર નજર રાખી છે; સરકાર દર વર્ષે બદલાય છે. મારા મિત્ર (મોદી) ઘણા સમયથી ત્યાં છે. તેમણે ખાતરી આપી હતી કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. જ્યારે તેઓ એને તાત્કાલિક રોકી શકતા નથી, ત્યારે એક પ્રક્રિયા છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
અમેરિકાએ રશિયા પર દબાણ લાવવા માટે ભારત પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે રશિયા ભારતીય તેલ ખરીદીમાંથી મેળવેલા પૈસાથી યુક્રેનમાં યુદ્ધને નાણાં પૂરાં પાડે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન તેલ ખરીદવા બદલ ભારત સામેની આર્થિક કાર્યવાહીને સતત દંડ અથવા ટેરિફ તરીકે વર્ણવી છે. ટ્રમ્પે અત્યારસુધીમાં ભારત પર કુલ 50 ટેરિફ લાદ્યા છે. આમાં 25% પારસ્પરિક ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 25% દંડનો સમાવેશ થાય છે. પારસ્પરિક ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવ્યા હતા અને દંડ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટના જણાવ્યા અનુસાર, ેનો હેતુ રશિયા પર ગૌણ દબાણ લાવવાનો છે, જેથી એને યુદ્ધનો અંત લાવવા દબાણ કરી શકાય.