ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવનાર ,આધુનિક રાજકારણના ચાણક્ય ,કરોડો કાર્યકર્તા ના પ્રેરણા સ્ત્રોત, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, ભારત સરકારના ગૃહ અને સહકારિતાના મંત્રી , અમિતભાઈ શાહ ને સાચા અર્થમાં શુભેચ્છા પાઠવવા ના શુભ આશયથી gj-18 મહાનગરપાલિકા ના વોર્ડ નંબર ૧૧ ના ભાટ ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતી નવા વર્ષના બેસતા દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,
અમિતભાઈ શાહ એવા આપણા સૌના (કાકા) ના ૬૨ માં જન્મદિવસ નિમિત્તે ભાટ ગામના કાર્યકર્તાઓ દ્વારા ૬૨ યુનિટ લોહી એકત્રીત કરવામાં આવ્યું.
બેસતા વર્ષની શુભ શરૂઆત રક્તદાનની સેવાથી કરી એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું. આ એકત્રિત થયેલું લોહી થેલેસેમિયા ગ્રસ્ત ગરીબ બાળકોની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. જે પવિત્ર અને ઈશ્વરીય કાર્યને ભાટ ગામ ના કાર્યકર્તાઓએ ખૂબ સુંદર રીતે સંપન્ન કર્યું તે બદલ જશવંત પટેલ ઉર્ફે જશુ જોરદાર ,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ,ગાંધીનગર મહાનગરપાલિકા એ કાર્યકર્તાઓ ,રક્તદાતાઓ તથા રેડક્રોસ સોસાયટી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

