- પેટ્રોલ-ડિઝલ માફિયા પર ગાળિયો કસતું સ્ટેટ મોનીટરીંગ સેલ
- ખુલ્લા પ્લોટમાંથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત
- સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ
Vadodara : વડોદરા શહેર પોલીસમાં (Vadodara Police) આવતા જવાબર નગર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell Raid) દ્વારા દરોડા પાડીને મોટું પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ (Petrol – Diesel Theft) ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે.
આ કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમ્મા રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં આ ગોરખધંધો આચરવામાં આવતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ હોવાનું સપાટી પર આવ્યું છે.
ખુલ્લા પ્લોટમાં દરોડા પાડ્યા
વડોદરામાં પેટ્રોલ-ડિઝલ માફિયાઓ પર લગામ કસવામાં જોઇએ તેવી સફળતા મળી નથી. જેથી આ તત્વો બેફામ બનીને પેટ્રોલ-ડિઝલ ચોરીને અંજામ આપતા રહે છે. તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ (State Monitoring Cell Raid) દ્વારા શહેરના જવાહર પોલીસ મથક વિસ્તારમાં આવેલી અમ્મા રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં દરોડા પાડ્યા હતા. જેમાં પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે.
મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ
સ્ટેટ મોનીટરીંગ સેલના (State Monitoring Cell Raid) દરોડામાં રૂ. 18.48 લાખની કિંમતનું પેટ્રોલ-ડિઝલ, રોકડ, મોબાઇલ, વાહન અને ટેન્કર મળીને કુલ રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં મુખ્ય આરોપી શકીલ સમુનભાઇ રંગવાલા (રહે. ફતેગંજ), નોકર મીશીલેશ લાલબહાદુર યાદવ (રહે. રણોલી), નોકર વિપુલ સૂરસિંહ પરમાર (રહે. મિશરાપૂર, વડોદરા) અને ટેન્કર ચાલક દિનેશ કુમાર રામ કૈલાશ યાદવ (રહે. રણોલી, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી શકીલ સમુનભાઇ રંગવાલા (રહે. ફતેગંજ) ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ પીપી. બ્રહ્મભટ્ટની આગેવાનીમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.