પાટડી પાસે ટરબો ટ્રકનો અકસ્માત

Spread the love

 

પાટડી ઉમિયા વિજય સોસાયટી પાસે દસાડા-માલવણ હાઈવે પર એક ટરબો ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી, કારણ કે બેકાબૂ ટ્રક હોટલમાં ઘૂસતા બચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, પુરઝડપે આવી રહેલો આ ટ્રક નિયંત્રણ ગુમાવી બેઠો હતો. ટ્રક એક ખાડા અને દીવાલને કારણે નજીકની એક હોટલમાં ઘૂસતા બચી ગયો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બેચરાજી-માલવણ હાઈવે 24 કલાક ભારે ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ હાઈવે પર કોઈ ટોલ ટેક્સ ન હોવાથી રાજસ્થાનથી આવતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. અકસ્માત બાદ થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ કોઈ મોટી દુર્ઘટના ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *