પાટણ-ઊંઝા રોડ પર કાર પલટી

Spread the love

 

પાટણ-ઊંઝા રોડ પર ગઈકાલે રાત્રે એક કાર પલટી જતાં તેમાં સવાર મુસાફરોને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં વાહનને પણ મોટું નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે પાટણથી ઊંઝા તરફ જઈ રહેલી એક કાર દૂધસાગર ડેરી સામે અને કમળાદીપ સોસાયટીના ગેટ નજીક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે કારને વ્યાપક નુકસાન થયું હતું. આ માર્ગ પર અવારનવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોએ તંત્ર સમક્ષ રોડ સલામતીના પગલાં લેવા અને આવા બનાવો અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *