
દિવાળીના તહેવારમાં લોકો પોતાના ઘરે જતા અને પરત ફરતા હોય છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું. ત્યારે 16 થી 20 ઓક્ટોબર દરમિયાન એસ.ટી. નિગમે સમગ્ર રાજ્યમાં કુલ 8200 ટ્રીપ ચલાવી હતી. આ સમયગાળામાં એસ.ટી. નિગમને આશરે રૂ. 7.50 કરોડની આવક થઈ હતી. કુલ 3.68 લાખ મુસાફરોએ એસ.ટી. બસોમાં મુસાફરી કરી હતી.
દિવાળી પર લોકો પોતાના વતન જતા હોય છે. જે લોકો પોતાના ઘરથી દૂર નોકરી વ્યવસાય માટે સ્થાયી થતા હોય છે તેવા લોકો દિવાળીના તહેવાર નિમિતે રજાઓ પર પોતાના વતન જતા હોય છે. ત્યારે કહી શકાય કે 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન લાખો લોકોએ બસ દ્વારા મુસાફરી કરી હતી. એસ ટી વિભાગે લગભગ 8200 જેટલી ટ્રિપ સમગ્ર રાજ્યમાં ચલાવાઈ હતી. જેમાં એસટી વિભાગને આ વર્ષે 7 કરોડ 50 લાખની આવક નોંધાઈ હતી.
દર વર્ષે દિવાળીના દિવસો પહેલાં લગભગ 75,000 સીટો બુક થતી હોય અને 2 કરોડની આસપાસ એની ઇન્કમ નોંધાતી હોય છે. આ વખતે આ સીટો વધતી જાય છે અને ગયા વખતે 1.41 લાખ જેટલી સીટો એસટી દ્વારા બુકિંગ થઈ હતી. જ્યારે આ વખતે આ આંકડો 3 લાખ 68 હજાર પાર પહોંચી ગયો હતો. અને એસટી વિભાગને લગભગ 7 કરોડ 50 લાખની આવક નોંધાઈ હતી. એસટી વિભાગની આ વર્ષે દિવાળી સુધરી હોય તેવું જોવા મળી રહ્યું છે.