અમેરિકામાં રહેતા વિદેશી મૂળના નાગરિકો ગ્રીનકાર્ડ સહિતના વિસા ધારકો સામે વધુ એક આદેશમાં હવે તા.26 ડિસે.થી દરેક નોન-સીટીઝન અમેરિકન જેમાં ગ્રીનકાર્ડ ધારકોનો પણ સમાવેશ થાય છે. તેઓએ અમેરિકામાં દાખલ થતા કે બહાર જતા પોઈન્ટ પર ફેસીયલ-રકગ્નીશન અને બાયોમેટ્રીક ચેકીંગમાં જોડાવું ફરજીયાત બનશે.
તેમની ઓળખ મેળવવા માટેની કામગીરી થશે.
ટ્રમ્પ સરકારે આ નવા પ્રવાસ-નિયંત્રણોનો કડક રીતે અમલ કરવા આદેશ આપ્યા છે તથા તેને રાષ્ટ્રીય સલામતી સાથે જોડી દેવાયું છે. અમેરિકાના હોમલેન્ડ સિકયોરીટીએ નોન-અમેરિકી સીટીઝનને આ નિયંત્રણ હેઠળ આવરી લીધા છે. તેઓ જયારે અમેરિકામાં પ્રવેશ કરતા હોય કે અમેરિકા છોડતા હોય તે સમયે `ફોટોગ્રાફીક’ સેશનમાંથી પસાર થવું પડશે.
તેમના ફોટોગ્રાફ-બાયોમેટ્રીક ડેટા લેવાશે. આ પ્રક્રિયા જમીન-દરિયાઈ-હવાઈ તમામ સીમા પર થશે. અગાઉ 14 વર્ષથી નીચેના અને 79 વર્ષથી ઉપરની ઉંમરના માટે જે છુટછાટ હતી તે પણ પાછી ખેચી લેવામાં આવી છે.
તેઓના પણ બાયોમેટ્રીક ટેસ્ટ થશે. અમેરિકાના મુખ્ય વિમાની મથકે ફેસીયલ રકગ્નાઈઝેશનની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં ફરજીયાત છે. હવે તે તમામ એન્ટ્રી પોઈન્ટ પર લાગુ થશે. 2023ના એક રિપોર્ટ મુજબ ખાસ કરીને વિસા-મુદત બાદ રહેતા 1.10 કરોડ બિનઅધિકૃત માઈગે્રટ હજું ઓળખવાના બાકી છે. જો કે આ નવો કાનૂન 1996થી લાગુ છે પણ તેનો અમલ થયો ન હતો.