અરબી સમુદ્રના ડિપ્રેશને મોઢું ફેરવ્યું: વેરાવળથી માત્ર 510 કિમી દૂર, 31મી સુધી ભારે વરસાદની ચેતવણી

Spread the love

 

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી ડિપ્રેશનની સિસ્ટમ છેલ્લા છ કલાકથી પ્રતિ કલાકના 12 કીલોમીટર ની ઝડપે નોર્થ ઈસ્ટ દિશામાં આગળ વધી રહી છે અને હવે તેની દિશામાં સામાન્ય ફેરફાર થયો છે. આ સિસ્ટમે સૌરાષ્ટ્ર તરફ મોઢું ફેરવ્યું છે અને અત્યારે સવારે 8:30 વાગ્યાના બુલેટિન મુજબ વેરાવળ થી માત્ર 510 કિલોમીટર દૂર છે.

ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના મોર્નિંગ બુલેટિનમાં જણાવ્યા મુજબ અરબી સમુદ્રની ડિપ્રેશનની આ સિસ્ટમમાં દક્ષિણ ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ બે વધારાની સિસ્ટમ ભળી ગઈ છે અને તેના કારણે ગુજરાતમાં આજથી અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી તારીખ 31 સુધી અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે

વરસાદની સાથો સાથ તોફાની પવન પણ ફૂકાશે. અત્યારે દરિયામાં પ્રતિ કલાકના 40 થી 45 કીલોમીટર ની ઝડપે પવન ફુકાય છે.

અરબી સમુદ્રની આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વેરાવળ બંદરથી માત્ર 510 કિલોમીટર દૂર છે. મુંબઈથી 580 કીલોમીટર ગોવાના પણજીથી 610 કીલોમીટર લક્ષદીપ ના અમીનીદીવીથી 840 કીલોમીટર અને કર્ણાટકના મેંગલોર થી 890 કીલોમીટર દૂર છે.

છેલા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અનેક જગ્યાએ પડી ચૂક્યો છે. પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ જેમ નજીક આવતી જશે તેમ તેમ વરસાદની માત્રા અને વ્યાપમાં વધારો થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 239 તાલુકામાં વરસાદ થયો છે, હવામાન વિભાગે ગીર સોમનાથ જુનાગઢ ભાવનગર અમરેલી અને દીવ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પણ સાબદી બની ગઈ છે અને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમ અલગ અલગ જગ્યાઓએ મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *