પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે ડીઝલ ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત .
-મફતનુ ડીઝલ ની લાહ્ય મા કોરોના ને ભુલી સોશિયલ ડીસટન અને માસ્ક પણ લોકો ભૂલ્યા
– અકસ્માત બાદ ટેન્કર પંચર પડતા ડીઝલ રોડ ઉપર વહેતુ થયુ .
– ડીઝલ લેવા લોકો ની પડાપડી જોવા મળી .
– પ્રાંતિજ પોલીસ સહિત પ્રાંતિજ મામલતદાર ધટના સ્થળે દોડી આવ્યા .
– પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ પણ ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચાલુ કર્યો .
– અકસ્માત બાદ મોટી જાનહાની ટળતા તંત્ર એ પણ રાહત નો શ્વાસ લીધી .
પ્રાંતિજ તા.૧૧|૫|૨૦૨૧
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે ડીઝલ ભરેલ ટેન્કર ની પાછળ ટ્રક ધુસી જતા ડીઝલ ટેન્કર મા પંચર થયુ હતુ તો પંચર પડતા ડીઝલ રોડ ઉપર વહેતુ થયુ હતુ તો મોત ના મુખ મા ડીઝલ લેવા લોકો ની પડાપડી પણ જોવા મળી હતી .
પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના કતપુર ટોલનાકા પાસે અમદાવાદ તરફથી આવતી ડીઝલ ભરેલ ટેન્કર નંબર GJ12Y9487 નંબર ની ટેન્કર રોડ ઉપર સાઇડ મા ઉભી હતી તે દરમ્યાન ફુલફાસ્ટ અમદાવાદ તરફથીજ પાછળ થી આવતી ટ્રક GJ18AZ5749 ના ચાલકે પાછળ થી આગળ ડીઝલ ભરેલ ઉભી રહેલ ટેન્કર ને ટક્કર મારતા ટેન્કર મા પંચર પડયુ હતુ તો પંચર પડતા ડીઝલ રોડ ઉપર વહેતુ થયુ હતુ તો અકસ્માત ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજુબાજુ માથી તથા રોડ ઉપર અવર જવર કરતા લોકો ડીઝલ લેવા દોડી આવ્યા હતા અને જે સાધન મળે તેમા ડીઝલ લેવા માટે પડાપડી સાથે લાંબી લાઇનો જોવા મળી હતી તો મોત ના મુખ મા લોકો મફતનુ ડીઝલ ની લાહ્ય મા કોરોના ને ભુલી સોશિયલ ડીસટન તથા માસ્ક પહેરવાનુ પણ ભુલી ડીઝલ લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા તો અકસ્માત ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતા પ્રાંતિજ પીએસસાઇ એ.જે. ચાવડા તથા પીએસસાઇ એસ.જે ગોસ્વામી સહિત પોલીસ કોન્સ્ટેબલ માનસિંહ , વિક્રમસિંહ સહિત નો પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકો ને ભગાડયા હતા તો પ્રાંતિજ પોલીસ દ્રારા પ્રાંતિજ-હિંમતનગર ફાયર ને જાણ કરતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચાલુ કર્યો તો આવી મોટી ધટના ની જાણ પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા જોકે અકસ્માત મા કોઇ જાનહાની કે કોઇ દુર્ઘટના ના બનતા તંત્ર એ પણ રાહત નો શ્વાસ લીધો હતો તો પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ દ્રારા પાણીનો મારો ચાલુ કરી ટ્રક અને ટેન્કર ને છુટા પાડવામા આવ્યા હતા અને રોડ ની સાઇડ મા ખસેડવામા આવ્યા હતા .