દેશમાં કોરોનાની મહામારી ના લીધે અનેક ડોક્ટરો અનેક પ્રકારની દવા લખે છે ત્યારે સોસવાનું આખરે દર્દીઓને આવે છે ત્યારે કોરોનાની સારવાર માટે ખાસ દવા નથી. અન્ય બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ જ આ દરમિયાન દર્દીઓને આપવામાં આવે છે. સોમવારે ગોવા સરકારે કોરોના દર્દીઓની સારવારમાં આઇવરમેક્ટિન (Ivermectin) દવાના ઉપયોગની મંજૂરી આપી હતી. પરંતુ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચીફ સાયંટિસ્ટ ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને આ દવાના ઉપયોગને લઇને ચેતવણી આપી છે. તેમના અનુસાર આ દવા સુરક્ષિત નથી.
સૌમ્યા સ્વામીનાથને ટ્વીટ કરતાં લખ્યું કે WHO આઇવરમેક્ટિન દવાના ઉપયોગના વિરોધમાં છે.
કોઇપણ દવાની સુરક્ષા અને સાથે જ તે કેટલી પ્રભાવી છે તેનું પણ ધ્યાન રાખવુ જોઇએ. સ્વામીનાથન અનુસાર આ દવાનો ઉપયોગ ફક્ત ક્લીનિકલ ટ્રાયલમાં થવો જોઇએ. તેમણે પોતાના ટ્વીટમાં મર્ક નામની કંપનીનું એક નિવેદન પણ અટેચ કર્યુ છે. જેમાં આ દવા વિશે જણાવવામાં આવ્યું છે.
સૌમ્યા સ્વામિનાથનનું ટ્વિટ
શા માટે આપવામાં આવી ચેતવણી
જણાવી દઇએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મર્કે કોરોનાના દર્દીઓ પર આઇવરમેક્ટિનના ઉપયોગને લઇને રિપોર્ટ છાપ્યો હતો. તે અનુસાર ક્લીનિકલ ટ્રાયલમાં તે વાતના કોઇ પુરાવા નથી મળ્યાં કે આ દવા કોરોના દર્દીઓના કામ આવે છે. સાથે જ કંપની તરફથી વૈજ્ઞાનિકોએ પણ કહ્યું હતું કે આ દવા ક્લીનિકલ ટ્રાયલમાં કેટલી સુરક્ષિત છે તેનો ડેટા પણ નથી મળ્યો. અમેરિકામાં આ દવા STROMECTOL ના નામે વેચાય છે. દાવો કરવામાં આવ્યો છે કે તેની અનેક ગંભીર આડઅસરો છે. ગત બે મહિના દરમિયાન WHOએ બીજીવાર આઇવરમેક્ટિનના ઉપયોગને લઇને ચેતવણી આપી છે.
ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, આઇવરમેક્ટિન 12 MG દવાનો ઉપયોગ પાંચ દિવસો સુધી કરવાનો રહેશે. યુકે, ઇટલી, સ્પેન અને જાપાનના એક્સપર્ટ્સે આ દવાને કોરોના મૃત્યુ દર ઓછો કરવામાં કારગર ગણાવી છે. મૃત્યુ દર ઉપરાંત રિકવરી અને વાયરલ લોડ ઓછો કરવામાં પણ તેનું સારુ યોગદાન છે. આ દવા કોરોના સંક્રમણ રોકી નથી શકતી પરંતુ બીમારીને ગંભીર થવાથી બચાવવામાં કારગર છે.
મહારાષ્ટ્ર: ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે EDએ દાખલ કર્યો મની લૉન્ડ્રિંગનો કેસ, CBI ની FIRને બનાવ્યો આધાર
હરખ ફેરવાયો માતમમાં/ લગ્નના બીજા જ દિવસે વરરાજા સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ થયાના 9માં દિવસે મોત
આ વર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો, ચીનના આ ધનપતિને છોડી શકે છે પાછળ