મા એ મા બીજા બધા વગડાના વા જીવન બાદ મૃત્યુ પણ એક સચ્ચાઈ છે પોતાનું જવાન 14 દીકરા નું મરણ થતાં પોતે જ્યાં પિતા સળગાવી હતી ત્યાં જઈને સૂઈ જાય છે શરીર તો રાખ બની ગયું પણ માની મમતા આર આંખમાં પણ પુત્રને શોધી રહી છે કહેવત છે કે સંસ્થાની ગયેલા લાકડાં ક્યારે પાછા આવતા નથી ત્યારે ઊંડાણમાં એક આશા રાખીને મા રાખમાં પણ દીકરાને શોધી રહી છે ત્યારે આવી એક કહાણી છે ઉત્તર ગુજરાતના જૂનીરોહ ગામના મંગૂબેન ચૌહાણની. ચાર મહિના પહેલા તેમના દીકરા મહેશનું એક દુર્ઘટનામાં નિધન થયું હતું. ગામની પાસે જ તેનો અંતિમ સંસ્કાર થયો.
દીકરાની અસમય વિદાયથી દુઃખી મંગૂબેન હજુ સુધી સદમામાંથી બહાર નથી નિકળી શક્યા. જ્યારે પણ તેમને દીકરાની યાદ આવે છે, ત્યારે તે અંતિમ સંસ્કારવાળી જગ્યા પર પહોંચીને તેની ચિતાની રાખ પર સુઈ જાય છે. પરિવારજનો જ્યારે મંગૂબેનને ઘરે નથી જોતા, તો તે મોક્ષધામ જઈને તેમને પરત લઈ આવે છે. આ સિલસિલો સતત ચાલુ જ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેરે ઘણા લોકોના જીવ લીધા છે.
જેમાં અનેક માતાઓએ પોતાના દીકરા-દીકરી ગુમાવ્યા હશે ત્યારે એ તમામ માતાની વેદના પણ મંગૂબેન જેવી જ હશે જેમના વ્હાલસોયાને કાળમુખો કોરોના ભરખી ગયો હશે.