ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે તેવી ઘટના સામે આવી છે. શહેરના ભરચક્ક ગણાતા રાંદેસણ વિસ્તારમાં આવેલી શુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટની બહાર જ ધોળા દહાડે એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. સવારના સમયે લોકોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
રસ્તે ચાલીને જઈ રહેલા વૃદ્ધાના ગળામાં ચેન તોડી ફરારપ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સવારે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. એક વૃદ્ધા શુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટ બહારના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે મોઢે રૂમાલ બાંધીને એક અજાણ્યો ચેઇન સ્નેચર ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો.
હજી વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ ચેઇન સ્નેચરે ભરચક વિસ્તારની પરવા કર્યા વિના વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો. આ ઘટના સવારનો સમય હોવાથી લોકોની અવરજવર વચ્ચે જ બની હતી છતાં ગઠિયાને પકડવામાં કોઈ સફળતા મળીનહોતી.
ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે તેવી ઘટના સામે આવી છે. શહેરના ભરચક્ક ગણાતા રાંદેસણ વિસ્તારમાં આવેલી શુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટની બહાર જ ધોળા દહાડે એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. સવારના સમયે લોકોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
રસ્તે ચાલીને જઈ રહેલા વૃદ્ધાના ગળામાં ચેન તોડી ફરાર
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સવારે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. એક વૃદ્ધા શુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટ બહારના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે મોઢે રૂમાલ બાંધીને એક અજાણ્યો ચેઇન સ્નેચર ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો.
હજી વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ ચેઇન સ્નેચરે ભરચક વિસ્તારની પરવા કર્યા વિના વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો. આ ઘટના સવારનો સમય હોવાથી લોકોની અવરજવર વચ્ચે જ બની હતી છતાં ગઠિયાને પકડવામાં કોઈ સફળતા મળી નહોતી.