રાજયમાં પહેલી મેથી કોરોનાની બીજી લહેરને મહાત કરવા અને તેનું સંક્રમણ અટાકાવવા રાજય સરકારે “મારુ ગામ કોરોના મુકત ગામ” નું લોકભાગીદારીથી અભિયાન આદર્યું છે. આજે કલોલ તાલુકાના રાંચરડા ગામ ખાતે આ અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત રાજયના મહેસૂલ મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે લીધી હતી
કોવિડ કેર સેન્ટર માટે ગામના જ ૧૦ સભ્યોની સમિતિ બનાવી ગામના કોમ્યુનિટિ હોલ, પ્રાથમિક શાળા કે ધર્મશાળામાં આઇશોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. તેમાં કોવિડના પોઝિટિવ દર્દીઓને કુટુંબ થી અલગ રાખી સારવાર આપવામાં આવે છે. તેમને સેન્ટર પર રહેવા, જમવા, દવાઓની સાથે મેડિકલ સારવાર પણ આપવામાં આવે છે.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મનુભાઇ સોલંકી, કલોલ પ્રાંત અધિકારી શ્રી એ.ડી.જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નૈલેશભાઇ શાહ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.