
ગુજરાત સહિતના રાજ્યોએ જે ધર્માંતરણ વિરોધી કાનુન લાવ્યો છે તેને પડકારતી એક રીટ અરજી પર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઇની ખંડપીઠે સ્ટે આપવા કે તાત્કાલીક સુનાવણીનો ઇન્કાર કરી દીધો છે. અને 16 ડિસેમ્બરે વધુ સુનાવણી કરશે જેમાં રાજ્યોને તેમનો જવાબ આપવા જણાવાયું છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજયોેએ આ પ્રકારનો કાનુન અમલમાં લાવ્યો છે જેમાં બળજબરી, લાલચ કે અન્ય રીતે ધર્માંતરણ સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.