ગુજરાત હાઈકોર્ટે દ્વારકા મંદિરની ઘટનામાં બે ડોક્ટરો સામે નોંધાયેલી FIR રદ કરી

Spread the love

 

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં બે પ્રેકિ્ટસિંગ ડોક્ટરો વિરુદ્ધ 2019માં દ્વારકા મંદિરે નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરી છે. આ ડોક્ટરો પર સરકારી કર્મચારી પર હુમલો કરવા અને તેમની ફરજમાં અવરોધ ઊભો કરવાનો આરોપ હતો. ન્યાયમૂર્તિ જે. સી. દોશીએ 4 નવેમ્બર, 2025ના રોજ આપેલા આદેશમાં આ કાર્યવાહીને રદ કરવાની અરજીને મંજૂરી આપી હતી. કોર્ટે આ ઘટનાને “સામાન્ય” સ્વરૂપની ગણાવી, ચાર્જમાં રહેલી મહત્વની કાયદાકીય ખામી નોંધી, અને અરજદારો દ્વારા બિનશરતી માફી આપવાની તૈયારીને ધ્યાનમાં લીધી હતી.
શું હતી દ્વારકા મંદિરની ઘટના?ઃ આ કેસ 2019નો છે, જ્યારે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ડોક્ટરો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 332 (સરકારી કર્મચારી પર હુમલો) અને કલમ 186 (સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા) હેઠળ ગુનો નોંધાયો હતો. FIR મુજબ, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અરજદારોના માતાને દ્વારકા મંદિરમાં દર્શન માટેની લાઇનમાં હતા ત્યારે તેમનો મોબાઇલ ફોન લોકર રૂમમાં મૂકવા માટે સૂચના આપવામાં આવી, પરંતુ તેમણે તેનું પાલન કર્યું નહીં. આના કારણે થયેલી બોલાચાલીમાં અરજદારોએ કથિત રીતે ફરિયાદકર્તા સરકારી કર્મચારી પર હુમલો કર્યો હતો. ડોક્ટરોએ તેમનું ભવિષ્ય જોખમમાં હોવાની દલીલ સાથે FIR રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલે રજૂઆત કરી કે આ ઘટના “ગુસ્સાના આવેશમાં” બની હતી અને સરકારી કર્મચારીની ફરજોમાં અવરોધ લાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.
કલમ 186 પર કાયદાકીય ખામીઃ અરજદારોની પ્રાથમિક કાયદાકીય દલીલ એ હતી કે ઈંઙઈની કલમ 186 (સરકારી કર્મચારીને અવરોધવું) હેઠળના ગુનાની નોંધ પોલીસદ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટના આધારે કોર્ટ લઈ શકે નહીં; તેના માટે ખાનગી ફરિયાદ આવશ્યક છે. પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, તેથી અરજી ફગાવી દેવી જોઈએ. જોકે, હાઈકોર્ટે અરજદારોની તરફેણમાં ચુકાદો આપ્યો. જસ્ટિસ દોશીએ “અસામાન્ય તથ્યો અને સંજોગો” ની નોંધ લીધી અને કલમ 186 સંબંધિત કાયદાકીય દલીલ સાથે સંમતિ વ્યક્ત કરી. કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે ડોક્ટરો બિનશરતી માફી આપવા તૈયાર છે અને આ કેસમાં સહ-આરોપી કિશોર (juvenile) ને પહેલેથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *