દેશની રક્ષા માટે આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો, ૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા


ડેડિયાપાડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (૧૫ નવેમ્બર) ગુજરાત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં બંધાઈ રહેલા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવમોગરા મંદિરમાં પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડોરી માતાને કુળદેવી માનવામાં આવે છે. વડાપ્રધાને ડેડિયાપાડામાં ૪ કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા.
રોડ શો પછી, વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જયાં તેઓએ?૯,૭૦૦ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ઉલ્લેખનિય છે કે, દિલ્હી જવા રવાના થતા પહેલાં તેઓ સુરત એરપોર્ટ પર બિહારી સમુદાયને મળશે. માતા નર્મદાની આ પવિત્ર ભૂમિ આજે બીજી એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહી છે.
૩૧ ઓક્ટોબરના રોજ, આપણે અહીં સરદાર પટેલની ૧૫૦મી આપણી એકતા અને વિવિધતાની ઉજવણી માટે શરૂ જન્મજયંતિ ઉજવી. ભારત પર્વ થયું છે. અને આજે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની આ ભવ્ય ઉજવણી સાથે, આપણે ભારત પર્વની પૂર્ણતાના સાક્ષી બની રહ્યા છીએ. આ શુભ પ્રસંગે હું ભગવાન બિરસા મુંડાને મારા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ૨૦૨૧માં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી શરૂ કરવામાં આવી. દેશમાં જયારે પણ જરૂર પડી આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો. સ્વતંત્રતા સંગ્રામ તેનું ઉદાહરણ છે.
ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને રોડ શો માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાયો છે. વડાપ્રધાનને આવકારવા માટે રાજયભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા છે. રોડ શો દરમિયાન, રાજયના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી સમુદાયના લોકો પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરીને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવશે અને તેને ઉજાગર કરશે. સ્થાનિક લોકો પણ પારંપારિક આદિવાસી શૈલીમાં વડાપ્રધાન અને મહેમાનોને આવકાર આપી રહ્યા છે. આ ભવ્ય અવસરના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં સાધુસંતો પણ જોડાયા છે, જે આ કાર્યક્રમની ગરિમામાં વધારો કરે છે.