કોઠા સૂઝ ભણતર કરતાં ગણતરના માસ્ટર માઈન્ડ આપણો “સુરતી લાલો”
ડેપ્યુટી મુખ્યમંત્રી બાળકોને કોઠાસૂઝ દ્વારા સ્વચ્છતાના પાઠ ભણાવી રહ્યા છે, કોઠાસૂઝનો ખજાનો આ ભાથી પાસે, વાંચો વિગતવાર

કોઠા સૂઝ ભણતર કરતાં ગણતરના માસ્ટર માઈન્ડ આપણો “સુરતી લાલો”, આજે કરોડો નહીં અબજો રૂપિયા સ્વચ્છતા ની જાહેરાત માટે સરકારીતંત્ર વાપરે છે, ભારતના પીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, પોતે સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા પોતે સાફ-સફાઈ કરતા નજરે પડે છે. આ બધું કોના માટે? દેશ માટે જ ને? દેશમાં સ્વચ્છતા હશે તો લોકો અહીં આવશે, ત્યારે આપણો (લાલો) (ભત્રીજો) એવા હર્ષસંઘવી ડેપ્યુટી મુખ્યમંત્રી પોતે ઘાટ-ઘાટના પાણી પીને મોટા થયા છે, શાળામાં બાળકોને ફૂટપટ્ટી નહીં પણ વ્હાલ ની જરૂર છે, ત્યારે ડેડીયાપાડા ખાતે એક શાળામાં બધા બાળકોને ચોકલેટ આપી અને આ ચોકલેટ ખાઈને કાગળ ક્યાં નાખશો? તો બાળકો બોલ્યા ડસ્ટબિનમાં, બાકી આજની પેઢીને કઈ રીતે સમજાવું કઈ રીતે કામ થશે તેની કોઠા સૂઝ આપણા લાલા પાસે અઢળક ખજાનો કોથળો ભરીને પડ્યો છે, બાકી આપણો (લાલો) કોમન મેન ગમે ત્યાં જમવા કોઈપણ સાથે બેસી જાય, બાકી આ બાળકો અને જોડે જમવા બેઠેલા વ્યક્તિને ખબર નહીં હોય કે ડેપ્યુટી મુખ્યમંત્રી તમારા દ્વારે, અને કાનો તમારા દ્વારે ભોજન કરવા આવ્યો છે, બાકી ખાટલે (કાનાને) બેસાડ્યો પણ જો હિંચકે બેસાડ્યો હોય તો કાનો રાજી રાજી થઈ જાય, બાકી અગાઉ નો લાલો (કાનો) વાંસળી વગાડતો હતો, આ લાલો શંખ જોર વગાડે છે, એકવાર શંખ આપજો બમ બમ બોલે બધા ડોલે તેઓ વગાડશે, ગામ ચોખ્ખું કઈ રીતે રાખવું, રેતીમાં રમ્યા પછી હાથ કોણ ધોવે છે? આંગળી ઊંચી કરો, માતા પિતાને પગે લાગી ને કોણ સ્કૂલે જાય છે આવા વૈદક પ્રશ્નો સાથે આપણી સંસ્કૃતિ, સ્વચ્છતા, અને કાયદાના પણ પાઠ શીખવાડી દીધા, બાળકોને કઈ રીતે તૈયાર કરવા તે આપણા (સુરતી લાલા) પાસેથી શીખવું જોઈએ