ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું

Spread the love

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હજુ કમોસમી વરસાદની મારથી ખેડૂતો બેઠા નથી થયા ત્યાં વધુ એક વરસાદના રાઉન્ડની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ નવેમ્બર માસના અંતમાં માવઠું થઇ શકે છે. 28 નવેમ્બરે માવઠાની ચેતવણી વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે.

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. અંબાલાલન આગાહી મુજબ રાજ્યમાં 22 નવેમ્બરથી વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉપરાંત ડિસેમ્બરના શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાશે. અંબાબાલ પટેલે 20,21,22 નવેમ્બરે વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. તેમના મત મુજબ 18-19 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે. તેમજ ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા છે.

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. છ શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે. 10.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું, હવામાન વિભાગે રાજ્યમાં 25 નવેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી છે.

સિઝનનો સૌથી ઠંડો દિવસ

દિલ્હીના તાપમાન અંગે, IMD એ જણાવ્યું હતું કે સવારે 8:30 વાગ્યે લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી ઓછું હતું અને ભેજનું સ્તર 92 ટકા હતું. રાજધાનીમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

તાજેતરના વર્ષોમાં, 29 નવેમ્બર, 2022 ના રોજ સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નવેમ્બરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 2023 માં 9.2 ડિગ્રી સેલ્સિયસ અને 2024 માં 9.5 ડિગ્રી સેલ્સિયસ હતું.

દિલ્હી-એનસીઆરમાં 17 થી 22 નવેમ્બર દરમિયાન હવામાન બદલાવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન વાદળો અને ધુમ્મસ છવાયેલા રહેવાની ધારણા છે અને ગમે ત્યારે ઠંડીનું મોજું ફરી શકે છે. હાલમાં, દિલ્હીમાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 નવેમ્બર સુધી આકાશ વાદળછાયું રહેશે, સવારે હળવાથી મધ્યમ ધુમ્મસ છવાઈ રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *