સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરના કુડાસણ ખાતે “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ” યોજાઈ

Spread the love

ગાંધીનગર
ગાંધીનગરના કુડાસણ ખાતે અખંડ ભારતના નિર્માતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ” સરદાર@૧૫૦ યુનિટી માર્ચ”માં ભાગ લઈને સરદાર સાહેબની સ્મરણ વંદના કરી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,”સરદાર સાહેબનો એક જ મંત્ર હતો – “રાષ્ટ્ર પ્રથમ” અને આજે જ્યારે દેશને રાષ્ટ્રવાદી પેઢીની જરૂર છે ત્યારે યુવાનો સરદાર સાહેબના જીવન અને કાર્યોનો અભ્યાસ કરે, તેમના આદર્શોને આત્મસાત્ કરે અને દેશની એકતા-અખંડિતતા માટે સતત કાર્યરત રહે – એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે”. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે,”આ એકતા યાત્રા માત્ર એક પદયાત્રા નથી, સતત ચાલતી પ્રક્રિયા છે, જે સમાજને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોની દિશા આપશે”. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, (ઉત્તર) ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે, જીલ્લા પ્રમુખ અનીલ પટેલ, (દક્ષિણ) ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર સાથે જિલ્લા કલેકટર પણ હાજર રહ્યા હતા.


 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *