કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે. આગામી 20 અને 21 નવેમ્બરે ગુજરાત મુલાકાતે આવશે. તેમની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં સુરક્ષાને લઈને સઘન તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાવનગરમાં તેઓ 20 નવેમ્બરે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મોરબી અને ભુજના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
આ ઉપરાંત 21 તારીખે સવારે 10 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભુજ જવા રવાના થશે. જ્યાં બીએસએફના સ્થાપના દિનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ત્યાર બાદ મોરબી ખાતે આવીને ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. મોરબી અને ભાવનગરમાં અમિત શાહના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પોલીસ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.