વડોદરાના કલાલી રોડ પર આવેલા બંગલામાં વિદેશમાં કોલ કરી ગ્રાહકોને લોન મંજુર થઇ ગઇ છે તેમ કહી છેતરપીંડી કરતી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું છે.
વિદેશી ગ્રાહકોને ફોન કરી લોન મંજુર હોવાનું બતાવી છેતરપીંડી
પોલીસને બાતમી મળી હતી કે વડોદરાના કલાલી રોડ પર આવેલા વેન્ટેજ બંગલામાં સ્વયં અરુણ રાઉત, સ્નેહ મુકુંદભાઇ પટેલ અને અંશ હિતેશભાઇ પંચાલ સહિતની ટીમ વિદેશી ગ્રાહકોને ફોન કરી લોન મંજુર હોવાનું બતાવી છેતરપીંડી કરી રહી હતી.
પોલીસના દરોડામાં 3 ઝડપાયા
સાયબર ક્રાઇમ ટીમને આ કોલ સેન્ટરની બાતમી મળી હતી અને દરોડો પાડ્યો હતો. પોલીસ પ્રવેશી ત્યારે બંગલામાંથી સ્વયં રાઉત, અંશ હિતેશ પંચાલ અને સ્નેહ મુકુંદ પટેલ ઝડપાયા હતા. પોલીસે આ દરોડામાં 6 મોબાઇલ ફોન, લેપટોપ અને રાઉટર જપ્ત કર્યા હતા.
તપાસમાં ખુલાસા
આ શખ્સોના લેપટોપમાં પોલીસને વિવિધ એક્સેલ ફાઇલો મળી, જેમાં ગ્રાહકોના નામ, મોબાઇલ નંબર, એડ્રેસ, સ્ટેટ, ઝીપ કોડ અને બેંકની વિગતો સમાવિષ્ટ હતી. આ માહિતીનો ઉપયોગ કરી ટેલીગ્રામ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા લોન મંજુર હોવાનું બતાવી ગ્રાહકોના પ્રિપેડ કાર્ડ, CVV અને એક્સપાયરી ડેટા મેળવી નાણાં USDTમાં ટ્રાન્સફર કરાતાં હતા. નાણાં વિદેશી વોલેટમાં ટ્રાન્સફર કરાયા અને કમિશન કાપીને સ્વયં રાઉત દ્વારા મેળવી લેતા હતા.
કાયદાકીય કાર્યવાહી
પોલીસ દ્વારા નવથી વધુ લોકો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. પોલીસે મુખ્ય આરોપીઓ અરુણ રાઉત (ઉ.વ. 32, નંદ સોસાયટી) સ્નેહ મુકુંદભાઇ પટેલ (ઉ.વ. 23, વેડચાગામ, ભરૂચ) અને અંશ પંચાલ (ઉ.વ. 21, પુષ્પ હાઇટ-2, માંજલપુર) અન્ય સંડોવાયેલા લોકો સાથે સમગ્ર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.