
વડોદરા ICAI તેમજ વડોદરા WICASA દ્વારા આજે પ્રિન્સિપલ્સ કોન્કલેવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ કોન્કલેવનો મુખ્ય હેતુ પ્રિન્સિપાલ્સ, શિક્ષણવિદો અને કોમર્સ-ફાઇનાન્સ ક્ષેત્રના પ્રોફેશનલ્સને એક મંચ પર લાવીને કોમર્સ શિક્ષણના બદલાતા માળખા, નાણાકીય સાક્ષરતા અને વિદ્યાર્થીઓ માટેના કરિયર અવસર અંગે માર્ગદર્શન તથા ચર્ચા કરવાનો છે. આ ઉપરાંત સ્કૂલો કેવી રીતે વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ, ફાયનાન્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપી શકે તે અંગે પણ સમૃદ્ધ ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે વિકાસા ચેરપર્સન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, આજે પ્રિન્સિપલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે, આજકાલ બાળકોમાં ડિજિટલ યુઝ વધી ગયો છે. જેથી બાળકોને સ્કૂલ લેવલથી જ ડિજિટલ ફ્રોડ્સ અંગે અવેર કરવા જોઈએ, કારણ કે બાળકોના હાથમાં મોબાઈલ વધારે જોવા મળે છે. એમાં ઘણીવાર પૈસા ગુમાવવાનો વારો આવે છે, એના લીધે એમના પેરેન્ટ્સને વેઠવું પડે છે. બાળકોને સ્કૂલ લેવલથી જ થોડું આના પ્રત્યેનું જ્ઞાન મળી જાય એ જરૂરી છે. અમે પ્રિન્સિપલ્સ અને સ્કૂલના ટીચર્સ સાથે મળીને એની ઉપર વિચાર વિમર્શ કરશું કે, કઈ રીતે સ્કૂલ લેવલ પર બાળકોને આપણે એજ્યુકેટ કરી શકીએ છીએ.
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ.મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે, વડોદરાની ICAI બ્રાન્ચ દ્વારા એક સરસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કોન્ક્લેવમાં વડોદરામાંથી પધારેલા અલગ-અલગ સ્કૂલના પ્રિન્સિપાલ, ખાસ કરીને કોમર્સના પ્રિન્સિપાલ હોય, કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ્સના ઓનર્સ પણ આવ્યા છે. આપણો દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે અને ડિજિટલ ફ્રોડ વધી રહ્યા છે ત્યારે બાળકો સુધી તેની સમજ પહોંચાડવી જરૂરી બની જાય છે. જેમના થકી એમના પેરેન્ટ્સને પણ એજ્યુકેટ કરી શકાય છે. હું ICAIની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે કોન્ક્લેવમાંથી આઉટપુટ નીકળશે એ ક્યાંક ને ક્યાંક પોલિસી મેકર્સ પાસે આવે અને એ આપણા કોર્સમાં અને આપણા એજ્યુકેશનમાં આપણે વિષય તરીકે ઇન્ક્લુડ કરી શકીશું.