રસ્તે જતી મહિલાઓની ઇયરિંગ્સ ખેંચી જતી ગેંગ પોલીસની ઝબ્બે

Spread the love

 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની ચેન સ્નેચિંગ સિવાય કાનની બુટ્ટી ખેંચી લેવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા. આ દરમિયાન ઇસનપુર પોલીસે બુટ્ટી ખેંચી લેતી ગેંગ ઝડપી પાડી છે. આરોપીની ધરપકડ થતા 5 અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ એક જ ઝાટકે મહિલાઓના કાનથી બુટ્ટી ખેંચી ફરાર થઈ જતા હતા, જેના અલગ અલગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઇસનપુર પોલીસ સ્ટેશનમાં 16 નવેમ્બરે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ રમીલાબેન કાલા સવિતા પાર્ક સોસાયટી ગેટની પાસેથી ચાલતા ચાલતા જતા હતા. તે દરમિયાન પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ સવિતાબેનના કાનમાં પહેરેલી સોનાની કડી ખેંચી લીધી હતી. કડી ખેંચીને તરત જ ચોર નાસી ગયા હતા. આ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે હરમાસ શેખ, મોહમ્મદ નવાઝ શેખ અને મોહસીન રંગરેજ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ સામે આવ્યું હતું કે, આરોપીઓએ માત્ર ઇસનપુર જ નહીં પરંતુ નારોલ, મણીનગર અને વટવા વિસ્તારમાં અલગ અલગ મહિલાઓના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી હતી. આરોપીઓની ધરપકડથી પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી કુલ 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ વેજલપુર, દાણીલીમડા, માધુપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *