
ભરૂચના યુવકનું અપહરણ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે ગુનામાં વપરાયેલી આરોપી આફતાબની કાર, સસ્પેન્ડેડ આરોપી પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાની એક્ટિવા અને આફતાબના ઘરેથી રૂ.1 લાખ રિકવર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનું ત્રણ જણાએ અમદાવાદ SOG પોલીસ હોવાની ઓળખ આપી યુવકની મહિલા મિત્રને અન્ય કારમાં અપહરણ કરી લઇ ગયાં હતા, ત્યારબાદ 50 લાખની માગણી કરી હતી. 50 લાખ આપવા પડશે, નહી તો તારા પર ખોટા કેસ કરી ફસાવી દઇશુ એવી ધમકી આપી હતી. યુવકની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. જેમાં પોલીસ દ્વારા પોલીસે સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર તેમજ આફતાબ પઠાણ અને અન્ય એક મળી સહિત ચાર લોકો સામે અપહરણ તથા ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને બે આરોપી યાજ્ઞિક ચાવડા તથા આફતાબ નઇમખાન પઠાણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાના દાના કુંભાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે જે યુવતી ભરુચના યુવક સાથે કારમાં હતી અને તેને અન્ય કારમાં અપહરણકારો બેસાડી લઇને તેનું અપહરણ કરી લઇ ગયાં હતા. તે યુવતી પણ પોલીસ સમક્ષ હાજર થઇ ન હતી. જેથી, પોલીસે આ યુવતીને નોટિસ આપીને તેને બોલાવવામાં આવી છે, જોકે યુવતી હજી સુધી આવી નથી. બીજી તરફ જે પોલીસ લાઇનની સામે જે વ્યક્તિને રૂપિયા આપ્યાં હતા તેને નિવેદન માટો પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલી આફતાબની કાર તથા યાક્ષિક ચાવડાની એક્ટિવા કબજે કરી છે. આ ઉપરાંત ભરુચના યુવક પાસેથી પડાવેલા એક લાખ રૂપિયા આફતાબે તેના ઘરે રાખ્યાં હતા, તે પણ પોલીસે કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.