જીજે 18 નું સિવિલ બન્યુ દારૂડીયાઓના દબાણનો ડબ્બો, દારૂની બોટલો, કાફ સીરપના ઢગલા અનેક પી ક્લાસ બગલા ભગતો
સિવિલ હોસ્પિટલમાં રાત્રે કેટલાક કર્મચારીઓ દારૂ પીને આવે છે…’, મહિલા તબીબ દ્વારા ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ

દાહોદ
GJ-18 જિલ્લાના સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક વર્ગ-4ના કર્મચારીઓ રાત્રિની પાળીમાં દારૂ પીને આવતા હોવાની રોડ, રસ્તા પર દારૂની બોટલોથી ફરિયાદ બાદ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. દારૂ પીને આવતા કર્મચારીઓ દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે અવ્યવહાર કરતા હોવાનું સામે આવ્યું છે. “દારૂ પીને આવતા કેટલાક કર્મચારીઓને કારણે હોસ્પિટલની ગરિમા જળવાતી નથી”. કર્મચારીઓની આ બેજવાબદારીનો પુરાવો હોસ્પિટલ પરિસરમાં પણ જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ, હોસ્પિટલના પરિસરમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલોના ઢગ જોવા મળ્યા છે, જે સૂચવે છે કે દારૂનું દૂષણ મોટા પાયે ફેલાયેલું છે.
વધુમાં સિવિલ ખાતે જે આવવા-જવાનો ગેટ છે, તેની પાઇપો તૂટી ગઈ હોવા છતાં છ મહિનાથી તંત્ર કામ કરતું નથી, 108 આવે ત્યારે દર્દીને એટલે કે ગંભીર બીમારી હોય તો અહીંયા હાડકાં તૂટી જાય તેવા છે, ત્યારે તાત્કાલિક આ પ્રશ્ને પણ ગંભીરતા લેવાની જરૂર છે,
GJ-18 સિવિલમાં દારૂ ધૂમ પીવાય છે, તેનો નમુનો આ ફોટા જોઈ શકાય છે,
સિવિલમાં એન્ટ્રી મેળવો એટલે ગેટ પાસે જ હાડકા તૂટી જાય તેવી પાઇપો તૂટી ગઈ છે, ફોર વ્હીકલ વાહન લઈ જવું કઈ રીતે?