દુનિયાનાં રહેવાલાયક 100 શહેરોની યાદીમાં ગુજરાતનું એકપણ શહેર નહિ, બેંગલુરુ-દિલ્હી-હૈદરાબાદ-મુંબઈને સ્થાન

Spread the love

 

દુનિયાનાં વસવા લાયક 100 શહેરની યાદી જાહેર થઈ છે. જેમાં ભારતમાંથી બેંગાલુરૂ, મુંબઈ, દિલ્હી હૈદરાબાદ શહેર છે. પરંતું ગુજરાતનું એક પણ શહેર આ લિસ્ટમાં નથી. સુરક્ષિત, સલામતી અને સિંગાપોર જેવી લાઈફસ્ટાઈલના બણગા ફૂંકતા છતા ગુજરાતના એક પણ શહેરને રહેવાલાયક 100 શહેરોની યાદીમાં સ્થાન મળ્યું નથી.
વિશ્વના ટોચના 100 શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં લંડન ટોચ પર છે.
ન્યૂ યોર્ક બીજા ક્રમે છે, ત્યારબાદ પેરિસ ત્રીજા ક્રમે છે. રેઝોનન્સ કન્સલ્ટન્સી દ્વારા ઇપ્સોસ સાથે ભાગીદારીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લંડન સતત 11મા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ શહેર રહ્યું છે. 2026 માટે વાર્ષિક વિશ્વના શ્રેષ્ઠ શહેરોના અહેવાલમાં જણાવાયું છે કે રાજધાની શહેરે અન્ય તમામ દાવેદારોને પાછળ છોડી દીધા છે, ત્રણેય ગણતરીઓમાં સૌથી વધુ સ્કોર મેળવ્યો છે.
નંબર-1 પર લંડન, નંબર-2 પર ન્યૂ યોર્ક, નંબર-3 પર પેરિસ, નંબર-4 પર ટોક્યો, નંબર-5 પર મેડ્રિડ, નંબર-6 પર સિંગાપોર, નંબર-7 પર રોમ, નંબર-8 પર દુબઈ, નંબર-9 પર બર્લિન અને નંબર-10 પર બાર્સેલોના શહેર છે. ટોચના 10 માં બે એશિયન શહેરો જેમા, ટોક્યો અને સિગાપોર એ બે એશિયન શહેરો છે જેમણે ટોચના 10 માં સ્થાન મેળવ્યું છે, જે અનુક્રમે ચોથા અને છઠ્ઠા ક્રમે છે.
ક્યા ભારતીય શહેરે સૌથી વધુ સ્કોર મેળવ્યો?ઃ જેમા ભારતનું ટેક પાવરહાઉસ બેંગલુરુ, જેને દેશમાં “ભારતની સિલિકોન વેલી” તરીકે ઓળખવામાં આવે છે, તે વૈશ્વિક સ્તરે 29મા ક્રમે છે. ત્યારબાદ નાણાકીય રાજધાની મુંબઈ 40મા ક્રમે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી 54મા ક્રમે અને હૈદરાબાદ 82મા ક્રમે છે.
ગુજરાતનું એકપણ શહેર નહિઃ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ગુજરાત મોડલની આખા દેશ નહિ, દુનિયામાં પણ બ્રાન્ડિંગ કરવામાં આવે છે. તેમાં પણ અમદાવાદમાં તો ઓલિમ્પિક રમાડવાની તૈયારીઓ ચાલી રહી છે. છતાં અમદાવાદનું નામ પણ દુનિયાના રહેવાલાયક 100 શહેરોની યાદીમાં નથી આવતું. એટલું જ નહિ. દિલ્હી જેવુ શહેર જેની હવા સૌથી વધુ પ્રદૂષિત છે, તેનું નામ પણ લિસ્ટમાં સામેલ છે. પરંતું અમદાવાદ આ લિસ્ટમાં ક્યાંય નથી.
રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું?ઃ રિપોર્ટમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા વિશ્વભરના 270 થી વધુ શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેથી કયા શહેરો શ્રેષ્ઠ એકંદર અનુભવ પ્રદાન કરે છે તે સમજી શકાય. તેમાં શિક્ષણ, સંસ્કૃતિ, કનેકિટવિટી, નાઇટલાઇફ, સલામતી અને અન્ય ઘણા સૂચકાંકો સહિત શહેરી જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ બધા પરિબળોનું વિશ્વેષણ કર્યા પછી, દરેક શહેરને ત્રણ મુખ્ય સ્તંભોના આધારે પ્લેસ પાવર સ્કોર સોપવામાં આવ્યો હતોઃ રહેવાની ક્ષમતા, પ્રેમ અને સમૃદ્ધિ. રહેવાલાયતાનો અર્થ એ છે કે શહેરમાં જીવન કેટલું આરામદાયક અને અનુકૂળ છે. આમાં રહેવાની કિંમત, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે. પ્રેમાળતા દર્શાવ છે કે લોકો ત્યાં કેટલા ખુશ રહે છે, અને સમૃદ્ધિ રોજગારની તકો, શિક્ષણ અને આવક સ્તરના સંદર્ભમાં શહેરની આર્થિક વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.
શહેરની સમૃદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે, અહેવાલમાં આર્થિક વિકાસને સક્ષમ બનાવતી અને પ્રતિભાને આકર્ષતી માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. વધુમાં, કોર્પોરેટ હાજરી અને વધતી જતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ નવીનતા, રોજગાર સર્જન અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે તેની સંભાવના દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *