
વાદળી ડ્રમમાં પતિની લાશ સિમેન્ટથી દફનાવનાર મુસ્કાન રસ્તોગીએ દીકરીને જન્મ આપ્યો છે. ડોકટરોએ 24 નવેમ્બરની સાંજે 6.50 વાગ્યે નોર્મલ ડિલિવરી કરાવી. ખાસ વાત એ છે કે મુસ્કાન જે પતિ સૌરભની હત્યાના ગુનામાં જેલમાં બંધ છે તેનો જન્મ પણ 24 નવેમ્બરના રોજ જ થયો હતો.
આ મુસ્કાનની બીજી દીકરી છે. મોટી દીકરી પીહુ તેનાં નાના-નાની સાથે રહે છે. 23 નવેમ્બરની રાત્રે મુસ્કાનનું જેલના ડોકટરોએ ચેકઅપ કર્યું. પછી અલ્ટ્રાસાઉન્ડ માટે મેડિકલ કોલેજ રીફર કરી. જેલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. વીરેશ રાજ શર્માએ જણાવ્યું- મુસ્કાનને ગાયનેક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. HOD ડો. શગુને જણાવ્યું કે મુસ્કાનની દીકરીનું વજન અઢી કિલો છે. 5 ડોકટરોએ મુસ્કાનની નોર્મલ ડિલિવરી કરાવી. મુસ્કાનની તેના પતિ સૌરભ રાજપૂતની હત્યાના ગુનામાં 19 માર્ચના રોજ બોયફ્રેન્ડ સાહિલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તે દોઢ મહિનાની ગર્ભવતી હતી. હવે સૌથી મોટો સવાલ એ જ છે કે આ બાળક કોનું છે- પતિ સૌરભનું કે બોયફ્રેન્ડ સાહિલનું.
સૌરભના મોટા ભાઈ રાહુલે કહ્યું- મુસ્કાનની દીકરીનો અમે DNA ટેસ્ટ કરાવીશું. જો તે બાળકી સૌરભની હશે તો અમે તેને અપનાવીશું. મંગળવારે સવારે ડોક્ટરે જણાવ્યું- બાળકી સ્વસ્થ છે, મુસ્કાન સવારથી બાળકીને ખોળામાં લઈને બેઠી છે. તેને સતત લાડ લડાવી રહી છે. મુસ્કાન બાળકી માટે ઘણી ખુશ છે. મેરઠના જ્યોતિષી રાહુલ અગ્રવાલે મુસ્કાનની દીકરીની કુંડળી બનાવી. તેમણે જણાવ્યું- આ બાળકી આત્મવિશ્વાસુ, સાહસિક અને જીવનમાં વિજય પ્રાપ્ત કરશે. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ બહાર નીકળી આવશે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરશે. બાળકીનું શિક્ષણ પણ ઉત્તમ રહેવું જોઈએ. બાળકીનું ભવિષ્ય સંગીત, ફેશન, પત્રકારત્વ અને વહીવટી જેવાં ક્ષેત્રોમાં સફળ દેખાઈ રહ્યું છે. બાળકીનો જન્મ ધન રાશિ, પૂર્વાષાઢા નક્ષત્રના ચોથા ચરણમાં થયો છે. આ બાળકીનું નામ, અક્ષર નક્ષત્ર પ્રમાણે ‘ઢ’ અક્ષરથી રાખી શકાશે. આમ તો ધન રાશિ હેઠળ યશિકા વગેરે નામ પણ રાખી શકાય છે.