ગાંધીનગર શહેરમાં સેક્ટર-1થી 8ના એપ્રોચ રોડ ફોરલેન બનશે, ટૂંકમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે

Spread the love

 

ગાંધીનગર શહેરમાં હાલ માર્ગ સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજીતરફ શહેરના સેક્ટરોના રીંગ રોડ- એપ્રોચ રોડને ફોરલેન બનાવવાની કવાયત પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં તે માટેનું ટેન્ડર ફાઇનલ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે, આ માટે હાલ ચાલી રહેલી રીસર્ફેસીંગની કામગીરી ચાલું રખાશે અને તે પછી ફોરલેનનુંં કામ હાથ ધરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ તમામ સેક્ટરોને મુખ્ય માર્ગો સાથે જોડતા સેક્ટર દીઠ 4 એપ્રોચ રોડ પહોળા અને સુશોભિત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. અનેક સેક્ટરોમાં આ પ્રકારે ફોરલેન રોડ બનાવી દેવામાં આવ્યા હતા પરંતુ તે પછી કામગીરી અટકી ગઇ હતી. હવે બાકી રહેલા સેક્ટરોમાં ફરી આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ સેક્ટર-1થી 8માં તમામ એપ્રોચ રોડને આવરી લેવામાં આવશે. તે પછીના તબક્કામાં બાકી સેક્ટરોમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે.
ચોમાસા દરમિયાન અને પાણી- ગટરલાઇનના ખોદકામને કારણે હાલ સેક્ટરોના બિસ્માર બનેલા રસ્તા સુધારણાના કામો ચાલી રહ્યા છે. આ કામગીરી ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ કામગીરી ચાલું રખઆશે પરંતુ સેક્ટર-1થી 8માં એપ્રોચ રોડ ફોરલેન બનાવવાનો હોવાથી તેમાં છેલ્લું લેયર બાકી રાખવામાં આવશે અને ફોરલેનની કામગીરી સાથે સાથે તેમાં ફાઇનલ લેયરનું કામ પૂર્ણ કરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજા તબક્કામાં આ એપ્રોચ રોડને આરસીસી એટલે કે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનું પણ આયોજન વિચારણા હેઠળ છે. સેક્ટરોમાં વારંવાર રસ્તા તૂટવાની સમસ્યા અને ફરિયાદો ઉઠવા પામતી હોવાથી તે નિવારવા આરસીસી રોડ બનાવવાનું વિચારાઇ રહ્યું છે.
સે-4 અને સે-6માં રસ્તાનું કામ હાથ પર લેવાયું
સોમવારે સેક્ટર- 4 અને સેક્ટર-6માં રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ બે સેક્ટરમાં કુલ 846 મીટરની લંબાઈના રસ્તા બનાવાયા હતા, જેમાં કુલ 469.66 ટન ડામર મિશ્રણનો ઉપયોગ થયો હતો. સેક્ટર- 4માં 328 મીટર રોડનું કામ થયું હતું, જેના માટે 253.34 ટન ડામર વપરાયોનો ઉપયોગ કરાયો હતો. જ્યારે સેક્ટર-6 માં 518 મીટરની લંબાઈના રસ્તા પર 216.32 ટન ડામર વપરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *